Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : PM મોદીના નેતૃત્વમાં અનેક અભૂતપૂર્વ કામો થયા: કેન્દ્રીય ગૃહમંત્રી

Gandhinagar : ગાંધીનગર (Gandhinagar ) લોકસભા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના (AmitShah )હસ્તે પેથાપુર (Pethapur )ખાતેથી આજરોજ ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારમાં કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું . આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
gandhinagar   pm મોદીના નેતૃત્વમાં અનેક અભૂતપૂર્વ કામો થયા  કેન્દ્રીય ગૃહમંત્રી

Gandhinagar : ગાંધીનગર (Gandhinagar ) લોકસભા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના (AmitShah )હસ્તે પેથાપુર (Pethapur )ખાતેથી આજરોજ ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારમાં કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું . આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ- સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર રૂપિયા 758 કરોડથી વધુના વિકાસ કામોમાં સરગાસણ, કુડાસણ, રાયસણ, કલોલ અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ પ્રક્લ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેના કુલ 2663 આવાસોનો ડ્રો થનાર છે. જેના થકી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઘરનું ઘર મળે તે સ્વપ્ન પરિપૂર્ણ થશે અને તેમના જીવન ધોરણમાં સુધારો

Advertisement

શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા આયોજિત 30 મો વાર્ષિક મહોત્સવ અને સ્વામિનારાયણ મેડીકલ કોલેજ ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સભા સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મયા અને તેમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી. દરેક ઘરમાં ભક્તિભાવ અને સંસ્કારનું સિંચન કરવાનું ઉમદા કાર્ય સ્વામિનારાયણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે.

Advertisement

અહીં કલોલ ખાતે આરોગ્ય સેવા વઘુ સર્દઢ બનાવવા માટે કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ તેની સાથે આસપાસના ગરીબ લોકોને આરોગ્ય સેવા આપવા માટે ખાસ એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરવામાં આવી છે.આ સરકારના શાસનમાં આરોગ્ય સેવાને પ્રધાન્ય આપવામાં આવ્યું છે, તેવું કહી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં મેડિકલ સેવા વધારવાનું કામ 10 વર્ષમાં ખૂબ ઝડપથી થયું છે.

સિત્તેર વર્ષમાં 7 એઈમ્સ હોસ્પિટલ બની હતી. 10 વર્ષમાં 23 એઈમ્સ હોસ્પિટલ બની છે. દેશમાં 387 કોલેજથી વધારીને 706 મેડિકલ કોલેજ બનાવવામાં આવી છે. 51 હજાર એમબીબીએસ.ની સીટ વધારીને 1 લાખથી વધુ કરવામાં આવી છે. 31 હજાર જેટલા એમડી, એમડી. એસ ડિગ્રી લઇને દર વર્ષે બહાર આવતાં હતા. તે સીટો આજે 70 હજાર કરવામાં આવી છે.ઉચ્ચ શિક્ષણના સ્તરે આઇ.આઇટી, આઈએએમ ,આઇઆઇએસસીઆર જેવી શિક્ષણની સંસ્થાઓને વિશ્વ કક્ષાની બનાવવામાં આવી છે. દેશના યુવાનોને વિશ્વના યુવાનો સાથે સ્પર્ધા કરવાનો મંચ આવી સંસ્થાઓ થકી આપવામાં આવી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં 11 ટકાની વૃદ્ધિ થઇ છે. 316 થી 480 પબ્લિક યુનિવર્સિટી બની છે. 38 હજાર કોલેજ થી 53 હજાર કોલેજ બનાવવાનું કામ પ્રધાનમંત્રીના કાર્યકાળમાં થયું છે, એમ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં બાળકો સામે અનેક તકો ઊભી કરવામાં આવી છે. મેડિકલ કોલેજ સાથે સાથે અર્થશાસ્ત્ર, સંગીત જેવા અનેક વિષયો ભણવાની તક પણ નવી શિક્ષણ નીતિમાં આપવામાં આવી છે. નવી શિક્ષા નીતિમાં સંપુર્ણ વ્યક્તિ બનાવવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બાળકોમાં રહેલ શક્તિને બહાર લાવવાની તક પણ આ શિક્ષા નીતિમાં વિઘાર્થીઓને મળી રહી છે.

આ  પણ  વાંચો  - Gandhinagar : લોકસભાની 26 બેઠકો પર મંથન કરવા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

Tags :
Advertisement

.