Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : કામ કેવી રીતે કરવું એ હસમુખ પટેલ પાસેથી શીખવાનું છે : CM ભૂપેન્દ્ર ભાઈ પટેલ

ગુજરાતમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત કરવામાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે. તો 998 જૂનિયર ક્લાર્કને...
gandhinagar   કામ કેવી રીતે કરવું એ હસમુખ પટેલ પાસેથી શીખવાનું છે   cm ભૂપેન્દ્ર ભાઈ પટેલ

ગુજરાતમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત કરવામાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે. તો 998 જૂનિયર ક્લાર્કને પણ નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની પ્રશંસા કરી હતી

Advertisement

CM ભૂપેન્દ્રભાઈ પટેલે હસમુખ પટેલના  કર્યા વખાણ 

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની પ્રશંસા કરી હતી. હસમુખભાઈ પટેલને તમામ ઉમેદવારોએ વધાવ્યા હતા. મુખ્યમંત્રીએ તલાટી કમ મંત્રી,જૂનિયર ક્લાર્કને હસમુખ પટેલની જેમ જ કાર્યદક્ષ થવાની સલાહ આપી હતી. પંચાયત સેવાના નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમમાં યુવાઓએ IPS હસમુખ પટેલનું તાળીઓથી ભવ્ય સન્માન કર્યું હતું. જેટલી વાર હસમુખ પટેલનું નામ લેવાયું તેટલી વખત લાંબા સમય સુધી તાળીઓ ગૂંજતી રહી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કામ કેવી રીતે કરવું એ એમની પાસેથી શીખવાનું છે. ખાલી તાલીઓ પાડવાથી નહી એમના જેવુ કામ કરી જીવવામાં ઉતારવાની જરૂર છે. અમારે ચર્ચા હતી કે દિવાળી પહેલા નિમણૂંક પત્રો આપીએ માટે ઝડપ કરી આજે કાર્યક્રમ ગોઠવ્યો છે. પીએમએ પોતાની કાર્યપદ્ધતિ એવી બનાવી છે કે વધુ પારદર્શિતા આવે. ગુડ ગવર્નન્સ અને સેવા બે એક સાથે કરવું પડે. પગાર હોદ્દો મગજમાં હોય તો સેવા કઈ રીતે થઈ શકશે. નોંધનીય છે કે પંચાયત સેવા બોર્ડ દ્વારા જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

આ  પણ  વાંચો -WATCH : સુરત ખાતે CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘સુરત’ યુદ્ધજહાજના ક્રેસ્ટનું અનાવરણ

Tags :
Advertisement

.