Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

FIFA in India: FIFA ભારતની તમામ શાળાઓમાં Football ને માટે પ્રોત્સાહન અપાશે

FIFA in India: આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને સૌથી વધુ પ્રચલિત ગેમ એટલે Football છે. ત્યારે શાળાના બાળકોમાં Football ની રમતને પ્રોત્સાહન આપવા માટે ભારતની તમામ શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જવાહર નવોદય વિદ્યાલયને નોડલ સંસ્થા બનાવવામાં...
fifa in india  fifa ભારતની તમામ શાળાઓમાં football ને માટે પ્રોત્સાહન અપાશે

FIFA in India: આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને સૌથી વધુ પ્રચલિત ગેમ એટલે Football છે. ત્યારે શાળાના બાળકોમાં Football ની રમતને પ્રોત્સાહન આપવા માટે ભારતની તમામ શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

  • જવાહર નવોદય વિદ્યાલયને નોડલ સંસ્થા બનાવવામાં આવી
  • છોટાઉદેપુરમાં 24 શાળાને 4 Football અપાયા
  • કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોની યાદી

જવાહર નવોદય વિદ્યાલયને નોડલ સંસ્થા બનાવવામાં આવી

FIFA in India

FIFA in India

આ કાર્યક્રમના સંચાલક All India football અને federation international de football દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ચાલતી જવાહર નવોદય વિદ્યાલયને નોડલ સંસ્થા બનાવવામાં આવી છે.

Advertisement

છોટાઉદેપુરમાં 24 શાળાને 4 Football અપાયા

ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત 11000 Football વિતરણ કરવાના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેથી 31 જાન્યુ. ના રોજ રાજ્યની તમામ જવાહર નવોદય વિદ્યાલયોમાં F4S કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત છોટાઉદેપુરમાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં વિવિધ 24 શાળાઓને શાળાદીઠ 4 -4 Football નું વિતરણ કરાયું હતું.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોની યાદી

Advertisement

આ વિતરણ કાર્યકામમાં જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન પાંચાની, જિલ્લા Football ના નેશનલ કક્ષાએ નામના મેળવેલ ખેલાડી હિતેશ રાઠવા, વિનોદ રાઠવા અને ગમજી રાઠવા તેમજ તમામ 24 શાળાઓના પ્રતિનિધિ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Chhota udepur rituals: છોટાઉદેપુરમાં 25 વર્ષ બાદ ભવ્ય દેવી-દેવતાઓની પરંપરા ઉજવવામાં આવી

Tags :
Advertisement

.