ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Farmers Summer Rules: રાજ્ય મુખ્યમંત્રીએ ઉનાળું પાકને લઈ ખેડૂતોના હિતમાં કરી મોટી જાહેરાત

Farmers Summer Rules: ભારતએ કૃષિ પ્રધાન દેશ છે. કારણ કે... ભારતીય ભૂમિ પર અન્ય વિકસિત દેશની સરખામણીમાં કુદરતી રીતે સૌથી સર્વશ્રેષ્ઠ અન્નનું ઉત્પાદન થાય છે. ત્યારે આ આધુનિક સમયમાં ભારત સરકાર દ્વારા Farmers ની કૃષિ ક્ષેત્રે પ્રાથમિક જરૂરિયાતોને પૂરી પાડવા...
10:55 PM Mar 14, 2024 IST | Aviraj Bagda
Farmers Summer Rules

Farmers Summer Rules: ભારતએ કૃષિ પ્રધાન દેશ છે. કારણ કે... ભારતીય ભૂમિ પર અન્ય વિકસિત દેશની સરખામણીમાં કુદરતી રીતે સૌથી સર્વશ્રેષ્ઠ અન્નનું ઉત્પાદન થાય છે. ત્યારે આ આધુનિક સમયમાં ભારત સરકાર દ્વારા Farmers ની કૃષિ ક્ષેત્રે પ્રાથમિક જરૂરિયાતોને પૂરી પાડવા માટે વિવિધ કાયદાઓ અને યોજનાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ત્યારે રાજ્ય સરકાર દ્વારા Farmers ના હિત વધુ એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા Farmers હેતુલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી (CM Bhupendra Patel) એ જણાવ્યું છે કે, ખરીફ સીઝનમાં પાકની પાણી જરૂરિયાતને ધ્યાનમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી અપાશે.

નર્મદા કમાન્ડ એરિયામાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી મળશે

રાજ્યના મુખ્યમંત્રી (CM Bhupendra Patel) એ સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા તથા ખરીફ સીઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષમાં લઈને એવો નિર્ણય કર્યો છે. તેથી Farmers ને 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે.

ખરીફ પાકને મોટા પ્રમાણ ફાયદો થશે

આ નિર્ણય રાજ્ય સરકારા અને મુખ્યમંત્રીએ Farmers અને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા ઉનાળાની ઋતુમાં ઉદ્ભવતા પ્રશ્નોને લઈ કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ આ વર્ષે ખરીફ પાકને મોટા પ્રમાણમાં ફાયદો થશે.

આ પણ વાંચો: Palanpur Demolition: પાલનપુર નગરપાલિકા પર પોલીસની હાજરીમાં ઝૂંપડાઓ પાડતા કર્યો પથ્થરમારો

આ પણ વાંચો: Rajkot Rape Case: જસદણ તાલુકામાં હૃદય કંપાવતી ઘટના, સગીર ભાઈએ જ આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: Students Awareness: વિદ્યાર્થીનીઓ જીવના જોખમે છકડામાં મુસાફરી કરી શાળાએ જવા મજબૂર

Tags :
CM Bhupendra PatelFarmersFarmers Summer RulesfarmingGujaratgujarat cmgujarat farmersGujaratFirstNarmadaNarmada DamNarmada districtWater Supply
Next Article