Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં RMCના ભ્રષ્ટ અધિકારીઓ સામે કોર્પોરેટર પણ લાચાર! વારંવાર રજૂઆત છતાં કામ કરતા નથી, મનપા કચેરીએ નોંધાવશે વિરોધ

રાજકોટમાં ભાજપના કોર્પોરેટર જ ભ્રષ્ટાચારથી થયા ત્રસ્ત સોરઠિયા પ્લોટમાં સીસી રોડના નબળા કામકાજનો વિરોધ મનપા કચેરી ખાતે શાસક પક્ષના કોર્પોરેટર નોંધાવશે વિરોધ ભાજપ કોર્પોરેટર ભારતીબેન મકવાણાએ વ્યક્ત કરી નારાજગી અધિકારીઓ જ શાસક પક્ષના કોર્પોરેટરને નથી ગણકારતા કોર્પોરેટરે મનપાને 10થી વધુ...
11:28 AM Dec 09, 2023 IST | Hiren Dave

રાજકોટમાં ભાજપના કોર્પોરેટર જ ભ્રષ્ટાચારથી થયા ત્રસ્ત
સોરઠિયા પ્લોટમાં સીસી રોડના નબળા કામકાજનો વિરોધ
મનપા કચેરી ખાતે શાસક પક્ષના કોર્પોરેટર નોંધાવશે વિરોધ
ભાજપ કોર્પોરેટર ભારતીબેન મકવાણાએ વ્યક્ત કરી નારાજગી
અધિકારીઓ જ શાસક પક્ષના કોર્પોરેટરને નથી ગણકારતા
કોર્પોરેટરે મનપાને 10થી વધુ વખત મૌખિક રજૂઆત કરી હતી
કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને અનેક વખત કરી હતી રજૂઆત
અગાઉ સાંસદ રામ મોકરિયાએ પણ ભ્રષ્ટાચારની કરી હતી વાત
ભાજપના કોર્પોરેટર સમજાવવા ભાજપના મોટા નેતાની દોડધામ

 

ભાજપના કોર્પોરેટર જ ભ્રષ્ટાચારથી ત્રસ્ત થવાની વિગતો સામે આવી રહી છે. જેમાં રસ્તાના નબળા કામને લઈ ભાજપ કોર્પોરેટર જ હવે અધિકારીઓની સામે મેદાને પડ્યા છે. જેમાં અધિકારીઓ શાસક પક્ષના કોર્પોરેટરને ગણકારતા ના હોય તેવી સ્થિતિ રાજકોટ મહાનગર પાલિકામાં જોવા મળી રહી છે.

 

ભાજપના શાસનમાં ભાજપના જ કોર્પોરેટરની ચીમકી આપવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં  મહિલા કોર્પોરેટર ભારતી મકવાણાએ મનપા કચેરીમાં મુખ્ય સચિવના પુતળા દહનની ચીમકી આપી છે. જેના કારણે ફરી એકવાર કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

એટલું જ નહીં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા જાય ત્યારે કોર્પોરેટર સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. તેમજ પત્રો પાછો લેવા માટે ભાજપના એક મોટા નેતાએ સમજાવ્યા પરંતુ મ્યુનિસિપલ કમિશનર સાથે ફરી ચકમક થતા પત્ર પાછો ન લીધો હોવાની પણ ફરિયાદ કોર્પોરટર દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે કોર્પોરેટર દ્વારા જણાવ્યું કે, નબળા કામ અંગે મ્યુનિસિપલ કમિશનરને પાંચ વખત લેખિત અને 15 થી 20 વખત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.

આ અંગે થોડા દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પણ કોર્પોરેશનમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતા હોવાની વાત કરી હતી. જ્યારે સોરઠીયા વાડીમાં સીસી રોડના નબળા કામ મામલે કોર્પોરેટરે રણસિંગું ફૂક્યું છે. અને રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં આવતા ચીમકી ઉચ્ચારી છે ત્યારે શું સ્થિતિ બને છે તે આગામી દિવસોમાં જોવા મળશે.

આ  પણ  વાંચો - ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ 400 વિઘમાં કરી શક્કરિયાની ખેતી

 

Next Article