Gujarat Election Commission : પરશોતમ રુપાલા અને મનસુખ માંડવીયા સામે ચુંટણી પંચમાં ફરીયાદ
Gujarat Election Commission : લોકસભા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવારો દ્વારા જોર શોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. સૌરાષ્ટ્રમાં ભાજપનાં બે ઉમેદવારો દ્વારા સભાઓ ગજવી હતી.તે દરમ્યાન કરેલ નિવેદનને લઈ ચૂંટણી પંચમાં (Election Commission) આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.આ સમગ્ર મામલે ચૂંટણી પંચ દ્વારા જે તે જીલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી છે.
સૌરાષ્ટ્રમાં ભાજપનાં બે ઉમેદવારોએ કરેલ નિવેદન મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ
લોકસભા 2024 ની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસનાં બંને ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ ઉમેદવારો દ્વારા સભાઓ પણ ગજવવામાં આવી રહી છે. ઉમેદવારો દ્વારા અમુક જગ્યાએ સભાઓ ગજવતી વખતે જીભ લપસી જતી હોય છે. જે બાબતે ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની (Election Commission) ફરિયાદ પણ નોંધાતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપનાં બે ઉમેદવારો દ્વારા કરેલ નિવેદન મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ થતા ચૂંટણી પંચ દ્વારા આ મામલે જે તે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી આપી છે.
Gujarat Election Commission
સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓ ફરિયાદ સંબંધે કાર્યવાહી કરશે
લોકસભા ચૂંટણીની આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. ભાજપના બે ઉમેદવારો સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ છે. પરશોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરશોત્તમ રૂપાલાનાં ચોક્કસ સમાજ બાબતે કરેલા નિવેદનને લઈ ફરિયાદ કરવામાં આવી છે. મનસુખ માંડવિયાએ સહકારી બિલ્ડીંગમાં કરેલી સભા મુદ્દે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને કાર્યવાહી કરવા ફરિયાદ મોકલી છે. આ મામલે સબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓ ફરિયાદ સબંધે કાર્યવાહી કરશે.
આ પણ વાંચો - Gujarat માં ‘ટનાટન’ રાજનીતિ પહોંચી પરાકાષ્ઠાએ
આ પણ વાંચો - Kheda Lok Sabha seat : ખેડા લોકસભા બેઠક હવે બની છે ભાજપનો ગઢ
આ પણ વાંચો - GUJARAT CONGRESS : કોંગ્રેસના ઉમેદવારોના આ નામ માટે થઇ રહી છે ચર્ચા