Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

EDII Programme: EDII કાર્યક્રમમાં 27 વિકસતા દેશોના ઉદ્યોગપતિઓ થયા સામેલ

EDII Programme: ગાંધીનગરમાં Entrepreneurship Development Institute of India દ્વારા યોજાયેલા વિદાય સમારંભમાં 27 વિકસતા દેશોના 71 વિદેશી Professional ને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. Infrastructure and Sustainable Project Preparation and Appraisal and Informal Sector Enterprise, Entrepreneurship Education, Knowledge Management and...
09:22 PM Jan 19, 2024 IST | Aviraj Bagda
Industrialists from 27 developing countries participated in EDII program

EDII Programme: ગાંધીનગરમાં Entrepreneurship Development Institute of India દ્વારા યોજાયેલા વિદાય સમારંભમાં 27 વિકસતા દેશોના 71 વિદેશી Professional ને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. Infrastructure and Sustainable Project Preparation and Appraisal and Informal Sector Enterprise, Entrepreneurship Education, Knowledge Management and Policy Research અને Promoting Startups in Developing Economies through Innovation and Incubation સહિતના ભારત સરકારના વિદેશ મંત્રાલયના Indian Technical and Economic Cooperation દ્વારા સ્પોન્સર કરાયેલા ત્રણ પ્રોગ્રામ્સ EDII માં પૂરા થયા હતા.

ભારત સરકારના વિદેશ મંત્રાલયના અધિક સચિવ (DPA-2 અને 4) અભિલાષા જોશી વિદાય સમારંભમાં મુખ્ય અતિથિપદે હતા. આ પ્રસંગે EDII ના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા. 19 જાન્યુઆરી, 2024 દરમિયાન ત્રણ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ્સ ઓફર કરવામાં આવ્યા હતા.

અભિલાષા જોશીનું વિદાય સમારંભમાં કાર્યક્રમ પર નિવેદન

પ્રોગ્રામ્સમાં ભાગ લેનાર પ્રોફેશનલ્સને સંબોધતા અભિલાષા જોશીએ જણાવ્યું હતું કે “ભારત જ્ઞાનની વહેંચણી તથા શિક્ષણ અને શીખવા પર ધ્યાન આપવાની લાંબી પરંપરા ધરાવે છે. અમે વસુધૈવ કુટુંબકમ એટલે કે ‘સમગ્ર વિશ્વ એક પરિવાર છે’ ના અમારા સભ્યતાના સિદ્ધાંતોને ઊંચું મૂલ્ય આપીએ છીએ અને તેનાથી પ્રેરિત થઈને અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા મહેમાનોનું સંભવિત દરેક પ્રકારે ધ્યાન રાખવામાં આવે. મેં એ પણ નોંધ્યું છે કે આ પ્રોગ્રામ્સમાં મહિલાઓએ મોટાપાયે ભાગ લીધો છે. જે મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ માટેનો આશાસ્પદ સંકેત આપે છે."

EDII Programme

ડો. સુનીલ શુક્લાનું વિદાય સમારોહમાં કાર્યક્રમ પર નિવેદન

તે ઉપરાંત કાર્યક્રમને સંબોધતા ડો. સુનીલ શુક્લાએ જણાવ્યું હતું કે “વિશ્વભરના 160 થી વધુ દેશોને મદદનો હાથ લંબાવવાની સરકારની પ્રતિબદ્ધતા અદ્વિતીય છે. આ ત્રણ પ્રોગ્રામ્સમાં ભાગ લેનાર પ્રોફેશનલ્સે વિષય-સંબંધિત કૌશલ્યો શીખ્યા હતા, ઉપરાંત તેમને એ નિરીક્ષણ કરવાની પણ તક મળી હતી કે કેવી રીતે રાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય આર્થિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, સ્ટાર્ટઅપ અને સામાજિક વિકાસને પ્રાથમિકતા આપે છે. મને વિશ્વાસ છે કે આ અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો છે અને સમાજના વિવિધ સ્તરો સુધી તેના લાભ પહોંચાડવામાં મદદરૂપ થશે."

Entrepreneurship Education, Knowledge Management and Policy Research પ્રોગ્રામમાં 18 દેશોના 28 લોકોએ ભાગ લીધો હતો. જેનો હતુ દેશમાં કસ્ટમાઇઝ્ડ અને જરૂરિયાત આધારિત ઉદ્યોગ સાહસિક શિક્ષણ નીતિઓ, વ્યૂહરચનાઓ તથા કાર્યક્રમો ઘડવા માટે સહભાગીઓને સક્ષમ બનાવવાનો હતો. ડો. પંકજ ભારતી આ પ્રોગ્રામના પ્રોગ્રામ ડિરેક્ટર હતા.

Infrastructure and Sustainable Project Preparation and Appraisal and Informal Sector Enterprise પ્રોગ્રામનો હેતુ ઇન્ડસ્ટ્રીયલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ તકોના ક્ષેત્રોમાં પ્રોજેક્ટ તૈયારી તથા મૂલ્યાંકન તકનીકો, નિર્ણય લેવાની પ્રક્રિયાના વિષયમાં અધિકારીઓનું જ્ઞાન વધારીને તથા અપડેટ કરીને સુધારેલી વ્યવહારદક્ષતા, વળતર અને અસરકારક રોકાણ નિર્ણયો લેવા તરફ દોરી જવાનો હતો. જેમાં 10 દેશોના 17 સહભાગીઓએ ભાગ લીધો હતો.

Promoting Startups in Developing Economies through Innovation and Incubation Centers ની સ્થાપના અને સમર્થન થકી વિકસતા દેશોમાં Stratup અભિયાન તરફ દોરી જવા માટે પ્રોફેશનલ્સની કેડર તૈયાર કરવા માટે બનાવવામાં આવ્યો હતો. જેમાં 16 દેશોના 26 સહભાગીઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો: Ahmedabad : 22મી એ મંદિરમાં ‘રામલલ્લા’ બિરાજશે, બીજી તરફ હોસ્પિટલમાં 1 હજાર સંતાનોની કિલકારી ગૂંજશે!

Tags :
DEVLOPMENTE-VIBRANT GUJARATEDIIEDII ProgrammeGandhinagarGujaratGujaratFirstinfrastructuresuccessVibrant
Next Article