'Ease of Doing ' બિઝનેસને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
Ease of Doing : ભારત સરકારની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ન્યૂ દિલ્હી દ્વારા ફૂડ સેક્ટરમાં ઈઝ ઓફ ડૂઇંગ (Ease of Doing ) બિઝનેશને વધુ પ્રોત્સાહન આપવા માટે અને ખાદ્ય પદાર્થના વેપાર સાથે સંકળાયેલા એકમોને તાત્કાલિક ફૂડ લાયસન્સ,રજીસ્ટ્રેશન ઇસ્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓની સરળતા માટે નવા ઉપક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય સહિત ચાર રાજ્યોમાં આ પાઈલોટ પ્રોજેક્ટ અમલમાં આવશે. આ પાઈલોટ પ્રોજેક્ટનો શુભારંભ આગામી તા. 28 મી જૂન, 2024 ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા દ્વારા દિલ્હી ખાતેથી કરાવવામાં આવશે.
રજિસ્ટ્રેશન માટે કેમ્પનું આયોજન કરાશે
તેમણે ઉમેર્યું કે,આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓએ યોગ્ય દસ્તાવેજો સાથે www.foscos.fssai.gov.in પર ઓનલાઈન અરજી કરી,ફી ચૂકવવાની રહેશે.ફી ચૂકવ્યા પછી GST અને આધાર સાથે વેરિફીકેશન થયા બાદ વેપારીઓને તુરંત જ ફૂડ લાઇસન્સરજિસ્ટ્રેશન ઈશ્યુ કરવામાં આવશે.ગુજરાતમાં આ પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત દરેક જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તત્કાલ લાયસન્સ,રજિસ્ટ્રેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ નવી પ્રક્રિયા ફૂડ લાયસન્સ,રજીસ્ટ્રેશનને તુરંત જ મેળવવાની તક આપે છે. જે મંજૂરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો લાવશે. આ નવી વ્યવસ્થાથી ફૂડ બિઝનેસને તેમની વ્યવસાયિક કામગીરી શરૂ કરવા માટે ઝડપથી સક્ષમ બનાવશે અને સાથે જ તેમની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે. ઉપરાંત સરકારની કામગીરીનું ભારણ ઘટશે, સમયનો બચાવ થશે અને સંપૂર્ણ પ્રક્રિયા સંકલિત અને પારદર્શક બનશે.
આ નવી પદ્ધતિમાં ખાદ્યપદાર્થના વેપારકર્તાઓએ નિયત દસ્તાવેજો સાથે જ અરજી કરવાની રહેશે. ખોટા દસ્તાવેજો દર્શાવી આ પ્રકારે લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવાવાના પ્રયાસો કરતા વેપારીઓને રૂ. 10 લાખ સુધીના દંડની કાર્યવાહી કરવામાં આવશે. આ નવા અભિગમથી ફૂડ સેક્ટર સાથે જોડાયેલા તમામ ઈમ્પોર્ટર, મરચન્ટ એક્ષપોર્ટર, હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર, ટ્રાન્સપોર્ટર, સ્ટોરેજ, ફૂડ વેન્ડિંગ એજન્સી, ચા-નાસ્તા વાળા, લારી વાળા અને ડાયરેક્ટ સેલરને લાભ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અહેવાલ -સંજય જોષી -અમદાવાદ
આ પણ વાંચો - Gujarat BJP : ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે ? આવ્યા આ મોટા સમાચાર
આ પણ વાંચો - Allen Institute : આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ, ઈન્સ્ટિટ્યૂટ સંચાલકે પણ કરી કેન્ટીન કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી!
આ પણ વાંચો - VADODARA : પ્રથમ દિવસે જિલ્લામાં 15,717 બાળકોનો શાળા પ્રવેશ