Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આપના મોબાઈલ પર સાયરન વાગેતો ગભરાઈ ન જતા, ટેસ્ટીંગ માટે આ કારણ થી વાગશે સાયરન

ગુજરાતમાં આજે સવારે 11 કલાકે 'Large Scale Testing of Cell Broadcast' થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમએ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર,બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો...
10:18 AM Oct 16, 2023 IST | Hiren Dave
ગુજરાતમાં આજે સવારે 11 કલાકે 'Large Scale Testing of Cell Broadcast' થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમએ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર,બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે.  આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે.

આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ
ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે. કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવનાર છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય
ઉલ્લેખનીય છે કે,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે.

આ  પણ  વાંચો -સાસણ ગીરનું જંગલ ચાર માસ બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્યું, પહેલી ટ્રિપને લીલી ઝંડી આપી રવાના કરાઇ

Tags :
CELL BROADCAST ALERTMESSAGE MOBILEstate governmentSystemTESTING
Next Article