Devgarh Baria : APMC માં ફરીથી ભાજપનો ભોગવો લહેરાયો, તમામ સભ્યો બિન હરીફ
અહેવાલ-ઈરફાન મકરાણી , દેવગઢ બારીયા
દેવગઢ બારીયા એપી એમ સી માં ચેરમેન વાઇસ ચેરમેન ની પાંચ વર્ષની ટર્મ પુરી થતા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૪ બેઠકો ઉપર 23 ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી નવ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચવાના દિવસે પોતાની ઉમેદવારી પર જ ખેંચતા 14 બેઠકોના ઉમેદવારો બિનહરીફ રહેતા ભાજપે પોતાની સત્તા જાળવી રાખી હોય તેમ ફરીથી ભાજપનો ભગવો લહેરાયો એપીએમસી બિનહરીફ થાય તે માટે સ્થાનિક ધારાસભ્ય નું એડી ચોટીનું જોર તમામ ડિરેક્ટરોને અભિનંદન પાઠવ્યા
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકા મથકે આવેલ એપી એમ સીના ચેરમેન વાઇસ ચેરમેનની પાંચ વર્ષની ટર્મ પૂરી થતાં જિલ્લા સબ રજીસ્ટર દ્વારા કાયદા અનુસાર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં ડિરેક્ટરોમાં 10 બેઠક ખેડૂત વિભાગની અને ચાર બેઠક વેપારી વિભાગની મળી કુલ 14 બેઠકો ઉપર 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી એક ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થતાં 23 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા
પીએમસી ના ડિરેક્ટરો બિનહરીફ થાય
ત્યારે છેલ્લા કેટલા વર્ષોથી આ એપીએમસી ભાજપ શાસિત અને બિનહરીફ થતી હોય જેને લઇ આ વખતે પણ આ એપીએમસીની ચૂંટણીના યોજાય અને આ વખતે પણ આ એપીએમસી ના ડિરેક્ટરો બિનહરીફ થાય તે માટે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી એ એડી ચોટી નુ જોર લગાવ્યું હોય તેમ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે નવ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા તમામ ડિરેક્ટરો બિનહરીફ રહ્યા હતા ત્યારે ભાજપ દ્વારા પણ ખેડૂત વિભાગમાંથી ભરતભાઈ ભરવાડ, રાઠવા અમરસિંહ ,પટેલ મુકેશ, બારીયા હીરાભાઈ, રાઠવા ટીટાભાઇ ,પટેલ મનહરસિંહ, રાઠવા સાયબા ભાઈ ,ચૌહાણ સુરસિંહભાઈ , પટેલ મંગાભાઈ , પટેલ કરણસિંહ તેમજ વેપારી વિભાગમાંથી બાલવાણી મહેશકુમાર, સુથાર રમેશભાઈ , પુવાર પૃથ્વીસિંહ, પટેલ રાયસીહ ના નામનું મેન્ડેડ આપવામાં આવ્યુ હતું
જેમાં આ તમામ ઉમેદવારો બિનહરીફ થતા તમામને વિજેતા જાહેર કરવામાં આવતા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે તમામ બિનહરીફ ચૂંટાયેલા ડિરેક્ટરોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા ત્યારે હવે ડિરેક્ટરો બિનહરીફ થતા ચેરમેન તેમજ વાઈસ ચેરમેન ના નામોને લઈ અનેક અટકળો એ જોર પકડ્યું છે ત્યારે તેના માટે અંદરો અંદર ખેંચતાણ ઉભી થવા પામી હોય તેમ પણ જોવા મળી રહ્યું હતું જેમાં ચેરમેન તરીકે મહેશ બાલવાણી કરણસિંહ પટેલ મુકેશ પટેલ અને સુરસિંહ ચૌહાણ નું નામ ચર્ચા રહ્યું છે ત્યારે આવનાર સમયમાં ભાજપ કોના નામ ઉપર ચેરમેનની મહોર લગાવશે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો-BOTAD : પીવાનું પાણી ડહોળું અને અશુદ્ધ, શહેર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાયો