Ambaji Legal Awareness Program: કાર્યક્રમમાં મંડપનો પડદો ઉડી જતાં પણ ચીફ જસ્ટિસે વક્તવ્ય ચાલુ રાખ્યું
Ambaji Legal Awareness Programme: ગુજરાતના અંબાજી (Ambaji) ની વાત કરવામાં આવે તો આ તાલુકો ગુજરાત (Gujarat District) ના સૌથી પછાત દાંતા તાલુકામાં આવે છે. આજે અંબાજી (Ambaji) પોલીસ સ્ટેશન પાસે આવેલા જૂની કોલેજમાં મેગા લીગલ સર્વિસ કેમ્પ (Mega Legal Service Camp) અને મેગા લીગલ અવેરનેસ પોગ્રામ (Mega Legal Awareness Programme) આજે બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં યોજાયો હતો.
- કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય કીટ અને ઈનામ રાશી અપાઈ
- દાંતા તાલુકામાં 57 ટકા વસ્તી આદીવાસી
- ચીફ જસ્ટીસે વક્તવ્યમાં શું જણાવ્યું ?
- કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોની યાદી
કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય કીટ અને ઈનામ રાશી અપાઈ
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કુરીવાજોની બાબતોમા જાગૃતિ લાવવા માટે, વ્યસન મુક્તિ અને ગેર માન્યતાઓને લઈને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજા ઉપયોગી બાબતોની જાણકારી અપાઈ હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલગ અલગ 15 થી વધુ સ્ટોલની ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે (Chief Justice Sunita Agrawal) મુલાકાત કરી હતી. આદિવાસી (Tribal) સમાજ હીત માટે કેટલાય લાભાર્થીઓ અહીં હાજર રહ્યા હતા. તેમને સહાય કીટ સહીત ઇનામ રાશી અપાઈ હતી.
દાંતા તાલુકામાં 57 ટકા વસ્તી આદીવાસી
ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) ના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ (Chief Justice Sunita Agrawal) દ્વારા આખા ગુજરાતમાં માત્ર દાંતા તાલુકાને પસંદ કરવામાં આવ્યો હતો. આ તાલુકામાં 57 ટકા વસ્તી આદીવાસી (Tribal) સમાજનાં લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારનાં આદીવાસી (Tribal) સમાજના ઉદ્ધાર માટે અને જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમનો પ્રારંભ આજે સવારે કરાયો હતો.
ચીફ જસ્ટીસે વક્તવ્યમાં શું જણાવ્યું ?
આ કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે (Chief Justice Sunita Agrawal) દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ વક્તવ્યમાં આદિવાસી (Tribal) સમાજ અને ગરીબ લોકોના ઉદ્ધાર માટે પણ ન્યાય બાબતની ચર્ચા કરાઈ હતી. ચીફ જસ્ટિસ (Chief Justice Sunita Agrawal) દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત લઈને તમામ માહિતી મેળવી હતી. તે ઉપરાંત કેટલાય લાભાર્થીઓને સહાય અપાઈ હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોની યાદી
સુંદર નૃત્ય અને નાટક કરતા બાળકો સહીત શ્રી શક્તિ સેવા કેંદ્રના બેગ પાઇપર બેન્ડને પણ પ્રોત્સાહન પેટે ઇનામ અપાયું હતું. આ કાર્યક્રમમાં સુનિતા અગ્રવાલ(Chief Justice of Gujarat) ,જસ્ટીસ એન વી અંજારીયા,બીરેન વૈષ્ણવ (Additional Judge Gujarat High Court) આર. જી.દેવધરા (પાલનપુર પ્રિન્સિપાલ જજ) અને બનાસકાંઠા જીલ્લા કલેક્ટર વરુણ બરનવાલ સહીત જીલ્લાના ન્યાયાધીશો અને વકીલો મોટી સંખ્યામા જોડાયા હતા.
આ પણ વાંચો: Vadodara : ‘હરણી હત્યાકાંડ’ ને એક મહિનો પૂર્ણ, વ્હાલસોયા ગુમાવનારાં માતા-પિતાનાં આંસુ સુકાતાં નથી