Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદામાં કોરોનાનું સંક્રમણ વધ્યું, નવા 10 કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદમાં કોરોનાના નવા 10 કેસ સામે આવ્યા છે. તેમાં 5 પુરુષ અને 5 મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજમાં કેસ આવ્યા છે. ત્યારે નિકોલ, મણિનગર, સાબરમતી અને...
અમદાવાદામાં કોરોનાનું સંક્રમણ વધ્યું  નવા 10 કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદમાં કોરોનાના નવા 10 કેસ સામે આવ્યા છે. તેમાં 5 પુરુષ અને 5 મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજમાં કેસ આવ્યા છે. ત્યારે નિકોલ, મણિનગર, સાબરમતી અને ઇસનપુરમાં કેસ છે.

Advertisement

લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવ્યા 
પોઝિટિવ આવેલા 4 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે. ગોવા, સિંગાપોર, રાજકોટ, ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા હતા. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 46 થઇ છે. શહેરના નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજમાં કોરોના કેસ નોંધાયા છે. જેમાં નિકોલ, મણિનગર, સાબરમતી અને ઇસનપુરમાં પણ કોરોના કેસ આવ્યા છે. પોઝિટિવ આવેલા 4 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે. એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Advertisement

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના 36 જેટલા કેસ ધ્યાનમાં આવ્યા છે. આપણે ત્યાં આવતા તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરીએ છીએ. આ ટાઇપના ભારતમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં આવ્યા છે કારણ કે, આપણે આ તમામ કેસોનું જીનોમ સિકવન્સ કરીએ છીએ એટલે આ આંકડો આપણને વધારે લાગે છે. 36 કેસમાંથી 22 રિકવર થઇ ગયા છે અને 14 હોમ આઇસોલેશનમાં છે. 27 ડિસેમ્બરમાં આપણે 800થી વધારે કેસની તપાસ કરી જેમાંથી 14 લોકો પોઝિટિવ આવ્યા છે. કોરોનાનો ગુજરાતમાં પોઝિટિવીટી રેટ ઘણો જ ઓછો 0.86 જેટલો છે. ગુજરાતમાં હાલ ચિંતાજનક સ્થિતિ નથી.

Advertisement

આ  પણ  વાંચો -રાજવી પરિવારની અનોખી મરણોત્તર ક્રિયા, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.