ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CM Bhupendra Patel Vadodara: વડોદરામાં કુલ 22.05 કરોડના ખર્ચે નવી કચેરીનું કર્યું નિર્માણ, મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

CM Bhupendra Patel Vadodara: આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક દિવસીય વડોદરાની મુલાકાતે હતા. આ મુલાકાત તેમણે વડોદરામાં નવિનતમ કચેરીનું લોકાર્પણના ભાગરૂપે કરી હતી. તે ઉપરાંત વડોદરામાં નવા રિંગ રોડનું પણ ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી વડોદરા શહેરની મુલાકાતે ગુજરાત સરકારે 1990...
08:16 PM Mar 03, 2024 IST | Aviraj Bagda
New office constructed at a total cost of 22.05 crores in Vadodara, Chief Minister inaugurated

CM Bhupendra Patel Vadodara: આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક દિવસીય વડોદરાની મુલાકાતે હતા. આ મુલાકાત તેમણે વડોદરામાં નવિનતમ કચેરીનું લોકાર્પણના ભાગરૂપે કરી હતી. તે ઉપરાંત વડોદરામાં નવા રિંગ રોડનું પણ ખાતમુહૂર્ત કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે વડોદરા શહેરમાં જિલ્લા સ્તરે કુલ 865 વિકાસશીલ કાર્યોનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના વરદહસ્તે 525 જુનિયર ક્લાર્કને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જોકે રાજ્ય સરકાર દ્વારા 22.05 કરોડના ખર્ચે નવિનત્તમ કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

CM Bhupendra Patel Vadodara

નવિનત્તમ 11 આંગણવાડીનું ખાતમુહૂર્ત કરાયું

વડોદરા શહેરમાં કોર્પોરેશનમાં 156 કરોડના 32 કામોનું લોકાપર્ણ અને ખાતામુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેની સાથે વડોદરાના વિવિધ તાલુકાઓમાં 98 લાખના ખર્ચે નવિનત્તમ 11 આંગણવાડીનું ખાતમુહૂર્ત કરાયું હતું.

ગુજરાત સરકારે 1990 યુવાનોને નોકરી આપી

CM Bhupendra Patel Vadodara

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન આપ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે 1990 યુવાનોને નોકરી આપી છે. તેમણે વધુમાં કહ્યું કે, સુરત અને અમદાવાદની વચ્ચે વડોદરા છે. વડોદરાના શાસકોને સુરત અને અમદાવાદથી આગળ નીકળવા મુખ્યમંત્રીએ હુંકાર કર્યો હતો. વડોદરાના નાગરિકો સ્વચ્છતા જાળવવા સહભાગી બનવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: LOK SABHA ELECTION 2024 : ગુજરાત ફર્સ્ટની લાઈવ સ્ટુડિયો વાન હવે આપના શહેરમાં…

Tags :
actorinnocentBhupendra PatelCM Bhupendra Patel VadodaraeconomyGujaratGujaratFirstVadodaraVadodara CollectorVadodara Corporation
Next Article