Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM Bhupendra Patel: રાજ્યના તમામ જિલ્લાઓ માટે સુવિધાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના બધા જ જિલ્લાઓમાં પંચાયત હેઠળના ગ્રામ્ય માર્ગોની સુધારણા અને સુદ્રઢીકરણ માટેના કામો હાથ ધરવા રૂ. 1573 કરોડ જેટલી માતબર રકમની ફાળવણીની મંજૂરી આપી છે. રાજ્યમાં જિલ્લા પંચાયત સ્તરે રૂ. 1573 કરોડની ફાળવણી મંજૂર...
cm bhupendra patel  રાજ્યના તમામ જિલ્લાઓ માટે સુવિધાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના બધા જ જિલ્લાઓમાં પંચાયત હેઠળના ગ્રામ્ય માર્ગોની સુધારણા અને સુદ્રઢીકરણ માટેના કામો હાથ ધરવા રૂ. 1573 કરોડ જેટલી માતબર રકમની ફાળવણીની મંજૂરી આપી છે.

Advertisement

  • રાજ્યમાં જિલ્લા પંચાયત સ્તરે રૂ. 1573 કરોડની ફાળવણી મંજૂર
  • ગ્રામીણ વિસ્તારમાં 211 નાળા-પૂલોનું મજબૂતીકરણ કરાશે
  • નદી-નાળા અને પૂલોના નવીનીકરણ માટે રૂ. 75.80 કરોડ મંજૂર

રાજ્યમાં જિલ્લા પંચાયત સ્તરે રૂ. 1573 કરોડની ફાળવણી મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગ્રામ્ય માર્ગો પરના હાલના હયાત નાળા, કોઝ વે, પૂલોના પુનઃ બાંધકામની જરૂરિયાત ધ્યાનમાં લઈને આવા 903 જેટલા સ્ટ્રક્ચર્સના રૂ. 1488 કરોડના ખર્ચે નવનિર્માણ માટે અનુમતિ આપી છે. તદઅનુસાર જરૂરિયાત મુજબ નવા પાઇપ નાળા, નવા કોઝ વે, બોક્ષ કલવર્ટ સ્લેબ ડ્રેઈન, કોઝ વે ને બદલે બારમાસી રસ્તા બનાવવા માટે માઈનોર એન્ડ મેજર બ્રિજ વગેરે કામો હાથ ધરવામાં આવશે.

નદી-નાળા અને પૂલોના નવીનીકરણ માટે રૂ. 75.80 કરોડ મંજૂર

મુખ્યમંત્રીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ પરના નદી-નાળા પરના જુના સ્ટ્રક્ચર્સને ભારે વરસાદ અને ચોમાસાને પરિણામે નુકસાન થયેલા 211 નાળા-પૂલોના મજબૂતીકરણ અને મરામતના કામો માટે 75.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોને બારમાસી રસ્તાઓની સહુલિયત મળી રહે અને અંતરિયાળ વિસ્તારોને પણ સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય તેવા ગ્રામ હિતકારી અભિગમ સાથે આ માતબર રકમ ફાળવવા મંજૂરી આપી છે.

આ પણ વાંચો: ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : બોલીવુડના સ્ટાર્સનો જમાવડો જામનગરમાં જામ્યો

Advertisement

Tags :
Advertisement

.