Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Civil Hospital Workshop: 16 માં ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમાં જોડાયા 15 દેશોના તબીબો

Civil Hospital Workshop: ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સીવિલ મેડિસિટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલ દ્રારા દર વર્ષે "બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ" નું આયોજન કરવામાં આવે છે. આ વર્કશોપમાં નેપાળ, બાંગ્લાદેશ, કેન્યાના દર્દીઓ...
civil hospital workshop  16 માં ઇન્ડો અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમાં જોડાયા 15 દેશોના તબીબો

Civil Hospital Workshop: ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સીવિલ મેડિસિટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલ દ્રારા દર વર્ષે "બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ" નું આયોજન કરવામાં આવે છે. આ વર્કશોપમાં નેપાળ, બાંગ્લાદેશ, કેન્યાના દર્દીઓ ઉપરાંત ભારતના ૧૫ રાજ્યોના બાળકોની જટીલ સર્જરી કરવામાં આવશે.

Advertisement

  • સર્જરીમાં 7 થી 8 કલાકનો સમય લાગશે
  • વિવિધ 15 જેટલા દેશોમાંથી તબીબો આવ્યા
  • 160 જેટલા બાળકોની સર્જરી માટે પસંદગી

સર્જરીમાં 7 થી 8 કલાકનો સમય લાગશે

આ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી 7 થી 8 કલાક સુધી ચાલે છે. આ સર્જરી પેશાબની કોથળીમાં જન્મજાત ખામી ધરાવતા બાળકોની કરવામાં આવે છે. સીવીલ હોસ્પિટલમાં છેલ્લા ૧૬ વર્ષથી ઈંડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ હાથ ધરવામાં આવે છે.

Civil Hospital Workshop

Civil Hospital Workshop

Advertisement

વિવિધ 15 જેટલા દેશોમાંથી તબીબો આવ્યા

વર્ષ ૨૦૨૪ ના પ્રારંભે યોજાયેલ  બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમા ૧૫ જેટલા વિવિધ દેશોમાંથી નિષ્ણાત તબીબો આવ્યા છે. જેમાં USA, Qatar,Israel,Canada,Philippines, Colombia, Lebanon, Uzbekistan, Kazakhstan, Argentina, Ghana, Estonia, Kenya, Ethiopia અને India ના તબીબોનો સમાવેશ થાય છે.

160 જેટલા બાળકોની સર્જરી માટે પસંદગી

આ વર્કશોપમાં નેપાળ, કેન્યા અને બાંગ્લાદેશ જેવા દેશો સહિત ભારતના ૧૫ રાજ્યોમાંથી આવેલા  બાળકોની આ બ્લેડર એસ્ટ્રોપીની સમસ્યા દૂર કરવામાં આવશે. આ વર્કશોપમાં લગભગ ૧૬૦ જેટલા બાળકોને એક્ઝામ કરવામાં આવશે. તેમાંથી અત્યંત ગંભીર સમસ્યા ધરાવતા અને તાકીદે જરૂરિયાત હોય તેવા જ બાળકોના આ બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી કરીને તેમને સમસ્યામાંથી ઉગારવામાં આવશે.

Advertisement

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Ramotsav : રાજ્યભરમાં શોભાયાત્રા, બાઈક-કાર રેલીઓનું આયોજન, HC ના વકીલોએ હનુમાન ચાલીસાનો કર્યો પાઠ

Tags :
Advertisement

.