Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhotaudepur Election Nomination: લોકસભા ચૂંટણી અન્વયે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી

Chhotaudepur Election Nomination: છોટાઉદેપુર જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ઉમેદવારો તેમજ તેઓના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવારોના ફોર્મની ચકાસણીમાં કુલ છ ઉમેદવારોના ફોર્મ મંજૂર રાખવામાં આવ્યા હતા. જ્યારે પાંચ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. એટલે કે છ ઉમેદવારો ચૂંટણી મેદાને...
10:03 PM Apr 20, 2024 IST | Aviraj Bagda
Chhotaudepur Lok Sabha Election, Nomination Form, Lok Sabha Election 2024

Chhotaudepur Election Nomination: છોટાઉદેપુર જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ઉમેદવારો તેમજ તેઓના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવારોના ફોર્મની ચકાસણીમાં કુલ છ ઉમેદવારોના ફોર્મ મંજૂર રાખવામાં આવ્યા હતા. જ્યારે પાંચ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. એટલે કે છ ઉમેદવારો ચૂંટણી મેદાને હાલના તબક્કે છે તેમ કહી શકાય.

લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં 3 તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. જે અંતર્ગત ઉમેદવારો દ્વારા કુલ 18 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલીયાની અધ્યક્ષતામાં આજરોજ ફોર્મ ચકાસણીની કામગીરી કરવામાં આવતા ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન 5 ઉમેદવારી પત્રો રદ થયા છે. 6 ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે.

Chhotaudepur Election Nomination

આ પણ વાંચો: Nilesh Kumbhani : સુરતમાં રાજકીય ભૂકંપ! કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવા એંધાણ, જાણો શું છે મામલો ?

ઉમેદવારી પત્રો રદ કરાયેલા ઉમેદવારોના નામ

જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવતા ૫ ઉમેદવારી પત્રો રદ થયા છે. જેમાં ઉમેશભાઈ રાયસિંહ રાઠવાના ૨ ઉમેદવારી પત્રો, હેમંતકુમાર સુખરામભાઈ રાઠવાના ૨ ઉમેદવારી પત્રો તથા જામસીંગભાઈ હીરાભાઈ રાઠવાનું ૧ ઉમેદવારી પત્ર રદ થયું છે. છોટાઉદેપુર લોકસભા બેઠકનો રાજકીય માહોલ એકંદરે ભર શિયાળાથી ગરમાતો આવ્યો છે.

આ પણ વાંચો: Khoraj Pran Pratishtha Mohotsav : મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું ભવ્ય સ્વાગત, શોભાયાત્રામાં વિશાળ જનમેદની

મેદવારો પોતાના પ્રચાર અભિયાનમાં જોતરાયા

ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ તેમાં જોમ અને જુસ્સો પુરાયો છે. ઉમેદવારો પોતાના પ્રચાર અભિયાનમાં જોતરાયા છે.હાલ, ચાલી રહેલા લગ્નસરાએ ઉમેદવારો માટે સાનુકૂળ પરિસ્થિતિ રચી દીધી છે. છોટાઉદેપુર લોકસભા બેઠક ઘણાં સમયથી ખૂબ ચર્ચામાં રહી છે. આ વખતે ભાજપ તરફથી નવા ચહેરા તરીકે જશુભાઈ રાઠવા ને મેદાને ઉતારવામાં આવ્યા છે. તો સુખરામભાઈ રાઠવા પણ લોકસભા ઉમેદવાર તરીકે કોંગ્રેસના નવા ચહેરા તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad : વિકસિત ભારત એ ઊંચા ઉડાનનું સ્વપ્ન નથી, તે એક પ્રાપ્ત કરી શકાય તેવું લક્ષ્ય છે: નિર્મલા સીતારામન

મંજૂર થયેલ ઉમેદવારી ફોર્મમાં

Tags :
BJPChhotaudepur ElectionChhotaudepur Election NominationCongressElection 2024GujaratGujaratFirstLok-Sabha-electionnomination.form
Next Article