ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chips for Viksit Bharat : ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદન હબ બનાવવાની પહેલ : PM Modi

Chips for Viksit Bharat : PM મોદીએ ​​ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને વધારવાની દિશામાં ગુજરાતમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ખાતે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો છે.  ટાટા ગ્રુપ ધોલેરા પ્લાન્ટમાં 91 હજાર કરોડનું રોકાણ કરશે. તથા પ્લાન્ટમાં AI આધારિત ચીપ...
12:41 PM Mar 13, 2024 IST | Hiren Dave
PM Narendra Modi laid the foundation stone of three semiconductor units

Chips for Viksit Bharat : PM મોદીએ ​​ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને વધારવાની દિશામાં ગુજરાતમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ખાતે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો શિલાન્યાસ કર્યો છે.  ટાટા ગ્રુપ ધોલેરા પ્લાન્ટમાં 91 હજાર કરોડનું રોકાણ કરશે. તથા પ્લાન્ટમાં AI આધારિત ચીપ બનશે. પ્લાન્ટમાં ઓટોમેશન, ડેટા એનાલિટીક્સ આધાારિત ચીપ બનશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો.

 

PM નરેન્દ્ર મોદી વર્ચુઅલી જોડાયા છે તેમજ સંબોધન કરતા જણાવ્યું છે કે આજનો દિવસ ઐતિહાસિક છે. ઇતિહાસ રચવાની સાથે ભવિષ્ય તરફ મજબુત પગલુ છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે 3 મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ છે. ગુજરાતના સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે તથા આસામના મોરેગાંવમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે. ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદન (Chips for Viksit Bhara) હબ બનાવવાની પહેલ છે. આ કાર્યક્રમમાં તાઇવાનના સાથી વર્ચ્યુઅલી સામેલ છે. હું ભારતના પ્રયાસોથી ખૂબ ઉત્સાહિત છુ. દેશના 60 હજારથી વધુ કોલેજ, યુનિ.ઓ જોડાઇ છે. આ કાર્યક્રમમાં વધુને વધુ યુવાનોનો જોડવા જોઇએ.

ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદન હબ બનાવવાની પહેલ: PM Modi

ભવિષ્યના ભારતના ભાગીદારો આ યુવાનો છે. આ યુવાનો મારા ભારતની શક્તિ છે. મારી ઇચ્છા હતી ભારતના વિદ્યાર્થીઓ આ ક્ષણના સાક્ષી બને. ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારત મજબુત કડી બની રહ્યું છે. આત્મવિશ્વાસથી ભરેલો યુવાન દેશનું ભાગ્ય બદલે છે. 21મી સદી ટેકનોલોજી સંચાલિત સદી છે. ઇલેક્ટ્રોનિક ચિપ વગર આ સદીની કલ્પના પણ ન થઇ શકે. Made In India ચિપ ભારતને આધુનિકતા તરફ લઇ જશે. 3 ઔદ્યોગિક ક્રાંતિઓમાં ભારત પાછળ રહી ગયું હતુ. ભારત હવે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે આગળ વધે છે. આપણે એક પળ પણ વેડફવા નથી માગતા. આપણે આ મુદ્દે ખૂબ ઝડપથી કામ કરી રહ્યા છીએ. ઇન્ડિયા વચન આપે છે, ઇન્ડિયા કરી બતાવે છે. વિશ્વને એક વિશ્વાસપાત્ર પુરવઠા કડીની જરૂર છે. ભારત વૈશ્વિક કડી બનવા અંગે મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રનું કોમર્શિયલ ઉત્પાદન પણ કરીશુ. ભારત સેમિકન્ડક્ટર મુદ્દે પણ ગ્લોબલ પાવર બનશે.

આ સેક્ટરથી ટેકનોલોજી એડવાન્સમેન્ટ ક્ષેત્રે પણ પ્રગતિ થશે

ભારતની નીતિઓનો વ્યૂહાત્મક ફાયદો મળશે. આપણે ઇઝ ઓફ ડુઇંગને પ્રોત્સાહન આપ્યું છે. ભારતે 40 હજારથી વધુ કમ્પલાયન્સ દૂર કર્યા છે. રોકાણકારો માટે FDIના નિયમો પણ સરળ કર્યા છે. ડિફેન્સ, ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં FDI પોલીસી સરળ કરી છે. આજે ભારત વિશ્વનું બીજુ સૌથી મોટું મોબાઇલ ઉત્પાદક છે. આપણે નેશનલ ક્વોન્ટમ મિશનની પણ શરૂઆત કરી છે. ઇનોવેશન માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે. ટેકનોલોજી એડવાન્સમેન્ટના રસ્તે આગળ વધીએ છીએ. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ લાભ યુવાનોને મળશે. કોમ્યુનિકેશનથી ટ્રાન્સપોર્ટેશન સુધી જોડાયેલું સેમિકન્ડક્ટર છે. ચિપ ઇન્ડસ્ટ્રી વિકાસના અનેક દ્વાર ખોલે છે. આ સેક્ટરથી ટેકનોલોજી એડવાન્સમેન્ટ ક્ષેત્રે પણ પ્રગતિ થશે.

 

ગયા મહિને કેબિનેટે ભારતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ખોલવાની મંજૂરી આપી હતી. તેનાથી લગભગ 80 હજારને રોજગાર મળશે. ટાટા ગ્રુપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) ગુજરાતમાં તેનો સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ ખોલશે. આમાં 91,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ સેમી કન્ડકટર ફેબમાં મહીને 50 હજાર વેફર ફેબ બનાવવામાં આવશે.એક વેફરની અંદર લગભગ 5 હજાર જેટલી ચીપ હોય છે. આ પ્લાન્ટથી વર્ષની લગભગ 300 કરોડ ચિપ્સ બનાવવામાં આવશે.

 

આ  પણ  વાંચો - PM Modi Gujarat Visit : સાબરમતી આશ્રમ ‘વિકસિત ભારત’ના સંકલ્પોનું તીર્થ બન્યું : PM મોદી

આ  પણ  વાંચો - PM Modi Gujarat Visit : ભારતીય રેલવે વિભાગને નર્ક જેવી સ્થિતિમાંથી બહાર કાઢી: PM મોદી

આ  પણ  વાંચો - CM Yogi : ‘રવિ કિશન જી એ ઘર પચાવી લીધું છે’, હસતા હસતા CM યોગીએ સાંસદની ફિરકી લીધી…

 

Tags :
AssamATMPDSIRGujaratindiatechade viksitbharatMorigaonNarendraModiOSATpm modiPMModiSanandSemiconductorSemiconductor Units India 3 Moreunitssemiconductor units india 3 more
Next Article