Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chilli Factory: બોડેલીમાં મરચામાં અખાદ્ય કલર અને ઓલીયો રેઝીનની ભેળસેળ કરતી ફેક્ટરીનો પર્દાફાશ

Chilli Factory: કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે....
09:56 PM May 17, 2024 IST | Aviraj Bagda
Chilli Factory, Chhotaudepur

Chilli Factory: કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

કોશિયા એ ઉમેર્યું કે, તાજેતરમાં ગાંધીનગરની ફૂડ ટીમ તથા છોટા ઉદેપુર જિલ્લાની ફૂડ ટીમ દ્વારા હલકી કક્ષાનાં મરચાં પાવડરમાં અખાદ્ય કલર તથા ઓલીયો રેઝીનની થતી ભેળસેળ નું કૌભાંડ પકડી પાડેલ છે. સદર કૌભાંડ આચરનાર વેપારી ખત્રી મયુદ્દીનભાઇ નુરમોહંમદભાઇ ફૂડ સેફટી પરવાનો મેળવ્યા વગર સર્વે નં-43/2 પૈકી ૧ વાળી જમીનમાંથી 2500 ચોરસ ફૂટમાં તૈયાર કરેલ શેડ (કારખાનું) બોડેલી તાલુકામાંથી પકડી પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Amreli : મોડી રાતે બકરીનો શિકાર કરતા 9 વર્ષની સિંહણ મોતનાં મુખમાં ધકેલાઈ

ભેળસેળ થતી હોવાનું પ્રથમિક દ્રષ્ટીએ માલુમ પડ્યું

આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડરમાં અખાદ્ય કલર તથા ઓલીયો રેઝીનની થતી ભેળસેળ થતી હોવાનું પ્રથમિક દ્રષ્ટીએ માલુમ પડેલ હતું. તપાસ દરમિયાન સ્થળ પર “અખાદ્ય લાલ કલર "નો 25 કિલોગ્રામ જથ્થો તથા "Capsicum Oleoresin" નો 9 કિલોગ્રામ જ્થ્થો સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડ્યું છે. વેપારી ધ્વારા મરચાં પાવડર એકસ્ટ્રા હોટ તેજા મરચું અને કાશ્મીરી કુમઠી (મોળુ મરચું ) લેબલથી પેક કરતા હતા.

આ પણ વાંચો: Padminiba એ સંકલન સમિતિને ફરી આડેહાથ લીધી! કહ્યું- રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા…

6 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે

જેના પર કાયદા મુજબ બેચ નમ્બર, પેકીંગ તારીખ, ઉત્પાદકનું સરનામું કે અન્ય કોઇ માહિતી છાપેલ ન હતી. તથા લૂઝમાં મરચા પાવડરનો જથ્થો માનવ વપરાશ અર્થે તૈયાર કરી સંગ્રહ કર્યો હતો. વધુમાં સ્થળ પરથી કાશ્મીરી કુમઠી, એકસ્ટ્રા હોટ તેજા મરચું પેક-૦૧, ખાડેલુ મરચું પાવડર-૦૧, મરચા પાવડર-૦૧, Capsicum Oleoresin, Red colour મળીને કુલ-૦૬ કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે બાકીનો આશરે 4027 કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. 6.20.000 છે, તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad : AMC ના બાબુઓ AC કેબિનમાં બેસશે અને નાગરિકો ગટરનાં ઢાંકણા ખોલશે ?

Tags :
ChhotaUdepurChilli Factory
Next Article