Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhotaudepur IAS: છોટાઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારીને ભાવભીની વિદાય આપવામાં આવી

Chhotaudepur IAS: ગુજરાતમાં IAS અને IPS ની બદલીની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. હાલમાં ગુજરાત સરકારના 50 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે 50 અધિકારીઓ સનદી અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. છોટાઉદેપુરના...
chhotaudepur ias  છોટાઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારીને ભાવભીની વિદાય આપવામાં આવી
Advertisement

Chhotaudepur IAS: ગુજરાતમાં IAS અને IPS ની બદલીની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. હાલમાં ગુજરાત સરકારના 50 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે 50 અધિકારીઓ સનદી અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે.

  • છોટાઉદેપુરના IAS ની બદલી ગાંધીનગરમાં કરાઈ
  • વિકાસશીલ કાર્યો કરી જિલ્લા વાસીના હ્રદયમાં વસ્યા
  • જિલ્લા પંચાયત ભવનમાં વિદાય સમારોહનું આયોજન

છોટાઉદેપુરના IAS ની બદલી ગાંધીનગરમાં કરાઈ

Chhotaudepur IAS

Chhotaudepur IAS

Advertisement

જે અંતર્ગત 2017 ની બેન્ચના IAS છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની બદલી Managing Director Gujarat State Medical Services Corporation Limited ગાંધીનગર ખાતે કરવામાં આવેલી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં 24-06-21 ના રોજ IAS ગંગાસિંહ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સાથે જ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી હતી.

Advertisement

વિકાસશીલ કાર્યો કરી જિલ્લા વાસીના હ્રદયમાં વસ્યા

એક કર્મશીલ અઘિકારી તરીકે જવાબદારીમાં આવતા કામોને જિલ્લા વાસીઓમાં ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોના હૃદયમાં તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓમાં પોતાનું આગવું સ્થાન મેળવેલ હતુ. તથા છોટાઉદેપુર જિલ્લો રાજ્યના વિકસિત જિલ્લાઓની હરોળમાં કેવી રીતે જોડાય તે અંગે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા.

જિલ્લા પંચાયત ભવનમાં વિદાય સમારોહનું આયોજન

કોરોના મહામારી દરમિયાન પણ ખુબ જ ઉમદા કામગીરી કરી હતી. તેઓની બદલીના સમાચારથી જિલ્લા વાસીઓમાં થોડી હતાશા જોવા મળી હતી. ત્યારે જિલ્લા વાસીઓ અને પંચાયત અધિકારીઓ દ્વારા જિલ્લા પંચાયત ભવનમાં વિદાય સમારોહનું આયોજન કરવમાં આવ્યું હતું. તેમને વાજતે ગાજતે ભવ્ય ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Mehsana triple talaq case: મહેસાણામાં એક સપ્તાહમાં ત્રિપલ તલાકની બીજી ઘટના સામે આવી

Tags :
Advertisement

.

×