Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhotaudepur Lok Sabha Election: લોકસભા ચૂંટણીને લઈ જિલ્લામાં ચૂંટણી તંત્રે સુચારુ આયોજનનું કર્યું નિરિક્ષણ

Chhotaudepur Lok Sabha Election: છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભર્યા બાદ તેઓ પોતાના પ્રચાર પ્રસારના કામે લાગ્યા છે. તો બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પણ તમામ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ પારદર્શક અને તંદુરસ્ત વાતાવરણમાં યોજાય, તે...
chhotaudepur lok sabha election  લોકસભા ચૂંટણીને લઈ જિલ્લામાં ચૂંટણી તંત્રે સુચારુ આયોજનનું કર્યું નિરિક્ષણ

Chhotaudepur Lok Sabha Election: છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભર્યા બાદ તેઓ પોતાના પ્રચાર પ્રસારના કામે લાગ્યા છે. તો બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પણ તમામ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ પારદર્શક અને તંદુરસ્ત વાતાવરણમાં યોજાય, તે માટે સુચારા આયોજનો કરવામાં આવી રહ્યા છે.

Advertisement

  • લોકસભા ચૂંટણી માટે જિલ્લામાં સૂચારુ આયોજન કરાયા
  • જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
  • ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. 7 મે ના રોજ મતદાન થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે.

આ પણ વાંચો: Khoraj Pran Pratishtha Mohotsav : ધાર્મિક એકતાની સરવાણી વહી, આજે સાંત્વની ત્રિવેદીનાં સ્વરે રાસ-ગરબાની રમઝટ, અહીં જુઓ LIVE

Advertisement

જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

જનરલ ઓબ્ઝર્વર ડૉ સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેએ 137-છોટાઉદેપુર વિધાનસભા મતદાર વિભાગના કેવડી ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાત સમયે જનરલ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વર સાથે સંબંધિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Lok Sabha election 2024 : રાજયભરમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ, જાણો ક્યાં કોના ફોર્મ મંજૂર અને રદ થયા!

Advertisement

ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો

અત્રે ખાસ ઉલ્લેખનીય એ છે કે છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર લોકસભા મત વિસ્તારમાં ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે. એક તરફ લોકશાહીનો પર્વ આવી રહ્યો છે જ્યારે બીજી તરફ બરાબર ઉનાળામાં લગ્નસરા પણ ખીલી ઉઠી હોવાના કારણે ઉમેદવારોનો જન સંપર્ક અભિયાન માંટે પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: Surat Congress Program: સુરતમાં યોજાયેલી જનસભામાં કોંગ્રેસે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી કટાક્ષ કર્યા

Tags :
Advertisement

.