ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhotaudepur Cyber Crime Police: દર્દીઓના સારવારના બહાને નગ્ન ફોટો પાડી તબીબો લાખો રુપિયા પડાવતા

Chhotaudepur Cyber Crime Police: છોટાઉદેપુર જિલ્લાના એક શખ્સને આયુર્વેદીક દવાઓ અને સારવારના બહાને છેતરપિંડી કરી રૂ, 8,12,000 નો ચુનો ચોપડનાર ઠગબાજો સામે છોટાઉદેપુર સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે....
11:59 PM May 19, 2024 IST | Aviraj Bagda
Chhotaudepur Cyber Crime Police

Chhotaudepur Cyber Crime Police: છોટાઉદેપુર જિલ્લાના એક શખ્સને આયુર્વેદીક દવાઓ અને સારવારના બહાને છેતરપિંડી કરી રૂ, 8,12,000 નો ચુનો ચોપડનાર ઠગબાજો સામે છોટાઉદેપુર સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના એક શખ્સને વિશ્વાસમા લઈ દુઃખાવા તેમજ ડાયાબીટીસની દવા આપવાના બહાને ઠગબાજોએ ગેરમાર્ગે દોરી તેમના નગ્ન હાલતમાં ફોટા પાડી ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદીના ફોટા સોશીયલ મીડીયાના માધ્યમથી વાયરલ કરવાનું જણાવી ધાક-ધમકી આપી ફરીયાદી પાસેથી કુલ રૂ. 8 લાખ 12 હજાર જમા કરાવડાવી છેતર પીંડી કરી આર્થીક નુકસાન પહોંચાડનારા આરોપી સામે છોટાઉદેપુર સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

આ પણ વાંચો: NEET Exam Fraud: NEET પરીક્ષા કાંડમાં વધુ એક આરોપીની સંડોવણી આવી સામે

જો ફરકના પડે તો ફોન ઉપર જાણ કરજો

છોટાઉદેપુર જિલ્લાના એક શખ્સ એક ગામમાં તેઓ અવાર-નવાર જતા આવતા હોય, તેઓને ડાબા પગે દુખાવાની તકલીફ રહેતી હોય, એક ગામમાં આયુર્વેદીક જડ્ડીબુટ્ટી દવાઓ વેચનાર રાજુસિંહ તંબુ નાખીને રહેતો હોય તેની પાસેથી માલીશ કરવાની દવા લીધી હતી. જે દવા માલીશ કરતા કઈ ફેર પડતોના હોવાનું દવા વેચનારને જણાવતા બીજા દિવસે રાજુસિંહ એક Yamaha FZS મોટરસાઈકલ લઇને ફરિયાદીના ઘરે ગયેલ અને ફરિયાદીને જડ્ડીબુટ્ટી પાઉડરની અલગ-અલગ પડીકીઓ ખાવા માટેની રૂ 100 ની આપી જણાવેલ કે જો ફરકના પડે તો તેના મોબાઈલ ફોન ઉપર જાણ કરજો.

આ પણ વાંચો: Bharuch Police Raid: ભરૂચના ગામની સીમમાંથી કતલખાનું ગૌ-માસ અને જીવતી ગાય સાથે ઝડપાયું

ગાડી લઇને ફરિયાદીના ઘરે ગયા હતા

ત્યારબાદ ચારેક દિવસ બાદ રાજુસિંહ તથા તેની સાથે બીજા બે ઇસમો જેમા એકનું નામ પિન્ટુ તથા બીજાનું નામ રાજુ હતું. જેઓ એક TATA કંપનીની લાલ પડદા વાડી WINGER ગાડી લઇને ફરિયાદીના ઘરે ગયા હતા. જેમા બીજી ઘણા પ્રકારની જડ્ડીબુટ્ટીઓ ભરેલ હતી. ફરિયાદીને જણાવેલ કે તમને ડાયાબીટીસ દુખાવો જેવી પગમા બીમારી હોય તેના હિસાબે સેક્સની પણ બીમારી રહેતી હશે તેમ જણાવી જેના માટે તમને ચેક કરી જોવું પડશે, ત્યારબાદ તમને દવા આપીએ છીએ. તેમ જણાવતા ફરિયાદીને તેમની ઓરડીમાં નગ્ન થવા જણાવી ફરીયાદીના ગુપ્ત ભાગને ચેક કરી આરોપીઓ સાથેના એક ઇસમે ફરિયાદીના નગ્ન હાલતના ફોટા પાડી લીધી હતા. ત્યારબાદ જુદી જુદી જાતના આયુર્વેદીક દવાઓ માટેનુ લીસ્ટ બનાવી આપી ફરિયાદીને ગોધરા તેમજ દાહોદના બે કાર્ડ આપેલા અને દવા લાવી રાજુસિંહ દ્વારા ફરિયાદીને ફોન કરવા જણાવેલ હતું.

અહેવાલ તૌફીક શેખ

આ પણ વાંચો: ગીતાર્થ ગંગા દ્વારા તત્વજ્ઞાનના એન્સાઇક્લોપીડિયાનું અનાવરણ, આર્યયુગ કોશની ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ

Tags :
Chhotaudepur Cyber Crime Police
Next Article