Chhotaudepur Crime Story: અસામાજિક તત્વોએ મેળામાં યુવતીની છેડતી કરી, પરિવારના સભ્યોને....
Chhotaudepur Crime Story: છોટાઉદેપુરમાં ભરાયેલા ઉર્ષના મેળામાં યુવતીની છેડતી કરી મારામારી કરતા 1 મહિલા સહિત યુવાઓને ઇજાગ્રસ્ત કરી નગરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાતા પોલીસે એક આરોપીની અટક કરી અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
મેળામાં શાંતિ ઢોળવાનો પ્રયાસ કરાયો
જીવલેણ હુમલો કરવામાં આવ્યો
ઇસમો દ્વારા ગાળા ગાળી કરવામાં આવી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર નગરમાં કિલ્લાના મેદાનમાં ગત રાત્રીએ ભરાયેલા ઉર્ષની મેળામાંથી ડ્રેગન બોટની સીડીમાંથી એક પરીવારના સભ્યો સહીત મહિલાઓ સાથે નીચે ઉતરતા હતા. તે વખતે અન્ય કોમના ઈસમો મહિલાઓને ભૂંડી ગાળો બોલતા હોય અને છેડતી કરતા હોય તે બાબતે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈને ફરિયાદીને ઢીકા પાટુનો માર માર્યો હતો. સીડીમાંથી નીચે ઉતારી લોખંડની પાઇપ વડે ફરિયાદીને શરીરે આડેધડ ઘા મારી 50 થી 60 માણસોનું ટોળું ભેગું કરી ગેરકાયદેસર મંડળી રચી 11 જેટલા આરોપીઓએ લોખંડની પાઇપો, લોખંડની સળીઓ, લોખંડની હથોડી, જેવા પ્રાણ ઘાતક હથિયારો ધારણ કરી એક ઇસમે એક મહિલાને લોખંડની પાઇપ વડે માથામાં ઇજા કરી હતી.
આ પણ વાંચો: Kshatriya Samaj : સુરેન્દ્રનગર અને આણંદમાં ક્ષત્રિય મહિલાઓએ પારણા કરતાં ઉપવાસ આંદોલન પૂર્ણ
જીવલેણ હુમલો કરવામાં આવ્યો
ફરિયાદી તથા અન્ય 6 યુવાનોને મૂંઢમાર માર્યો તથા ઇજાઓ કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને કલેકટરના હથિયાર બંધીનાં જાહેરનામનો ભંગ કર્યો હોય જે બાબતે છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં કિલ્લાના મેદાનમાં ભરાયેલા ઉર્ષનાં મેળામાં દરેક કોમની પ્રજા માથું ટેકવવા તથા ફરવા માટે આવે છે. અને મેળાનો આનંદ માણે છે સમગ્ર નગરમાં શાંતિનો અને ભાઈચારાનો માહોલ હોય પરંતુ હળી મળીને રહેવું કે ભાઈચારો રાખો એ મુઠ્ઠીભર વિકૃત માનસિકતા ધરાવતા તત્વોને મંજૂર નથી.
ઇસમો દ્વારા ગાળા ગાળી કરવામાં આવી હતી
નગરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય છે, ગતરોજ એવી જ એક ઘટના છોટાઉદેપુર માં બની હતી. કિલ્લાના મેદાનના ઉર્ષનાં મેળામાં બે મહિલાઓ પોતાના ભાઈ સહિત ફરવા ગઈ હોય જ્યાં ડ્રેગન બોટની સીડી માંથી નીચે ઉતરતા હોય, તે વખતે અમુક ઈસમો દ્વારા ફરિયાદી સહિત મહિલાઓને અમુક ઇસમો દ્વારા ગાળા ગાળી કરવામાં આવી હતી. અને છેડતી કરવામાં આવતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા 11 જેટલા ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા. અને આડેધડ મારક ઘાતક હથિયારો વડે ફરિયાદી અને બે મહિલાઓ અને અન્ય છ જેટલા યુવાનોને મારવાનું શરૂ કરી દીધું હતું.
પોલીસે 11 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
સમગ્ર ઘટનાની જાણ નગરમાં તથા જિલ્લામાં થતા ચકચાર મચી ગયો હતો. સદર બાબતે 1 મહિલા સહિત 6 યુવાનોને સારવાર અર્થે છોટાઉદેપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે 11 ઈસમો ઉપર નામ જોગ તથા અન્ય 50 થી 60 માણસોના ટોળા સામે ઇપીકો કલમ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા સમયથી ભાઈચારો અને શાંતિનો માહોલ રહે છે પરંતુ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા ઘણા તત્વ પ્રજાની ઊંઘ હરામ કરી નાખે છે. જ્યારે ગતરોજ બનેલી ઘટનાના પગલે સમગ્ર નગરમાં ચકચાર મચી ગયો હતો.મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે પોલીસની સમય સૂચકતા સાથેની હાજરીના કારણે ગણતરીના કલાકોમાં જ સમગ્ર મામલો થાળે પડી ગયો હતો. અને એક આરોપીને ઝડપી પાડી અન્ય આરોપીની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.
અહેવાલ તૌફિક શૈખ
આ પણ વાંચો: Election : અમદાવાદમાં યોજાયું સહકાર સંમેલન, CM અને CRપાટીલે PMમોદીના કર્યા વખાણ, કહી આ વાત