Chhotaudepur Chul Fair: મનોકામનાઓ પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ ચુલના મેળામાં ધગધગતા અંગારા પર દોડ્યા
Chhotaudepur Chul Fair: છોટાઉદેપુર (Chhotaudepur) આદિવાસી જિલ્લામાં હોળી મુખ્ય તહેવાર છે. હોળી પહેલા અને પછી પણ આદિવાસી વિસ્તારોમાં ભંગોરીયાના હાટ તથા મેળાઓની શરૂઆત થઇ જાય છે. છોટાઉદેપુર (Chhotaudepur) એસ એફ હાઈસ્કૂલની પાછળ હોળી પ્રગટે એના બીજા દિવસે ચૂલનો મેળો વર્ષો વર્ષથી ભરાય છે.
આ ચુલના મેળામાં છોટાઉદેપુર (Chhotaudepur) ના તથા આસપાસના ગામડાની પ્રજા મેળાનો આનંદ માણવા ઉમટે છે. ખાસ તો આ મેળાની અંદર વિશેષતા એ હોય છે કે આદિવાસીઓએ બાધા રાખી હોય તો એ પૂર્ણ થતા જ ધગધગતા આગના અંગારા ઉપર ચાલે છે. ત્યારે જોવા માટે દૂર દૂરથી ગામના લોકો છોટાઉદેપુર ખાતે આવી પહોંચે છે.
Chhotaudepur Chul Fair
ચુલના મેળાની વિશેષતાની વાતો વિદેશ સુધી પહોંચી છે
આ ચુલના મેળાની વિશેષતાની વાતો દેશપ્રદેશ સુધી પહોંચી છે. ત્યારે આ ચુલાન મેળાનો લ્હાવો લેવા માટે વિદેશી મહેમાનો પણ આવ્યા હતા. તે ઉપરાંત ચુલના મેળામાં આદિવાસીઓ ઘેરિયાઓ બનીને અલગ-અલગ પહેરવેશ ધારણ કરી ઢોલ, ત્રાંસા, ખંજરી, પીહા સાથે નાચ-ગાન કરી આનંદ માણ્યો હતો.
આગના ધગધગતા અંગારા ઉપર ચાલી બાધા પૂર્ણ કરવામાં આવે
Chul Fair
જૈ પૈકી ચુલના મેળામાં જ્યા હોળી પ્રગટાવવામાં આવી હોય છે. એની નજીકમાં એક લાંબો 6 ફૂટ જેટલો ખાડો ખોદવામાં આવે છે. તેમાં હોળીના અંગારા નાખવામાં આવે છે. ત્યારે અગ્નિ જ્વાળાઓથી ધગધગતા આંગરા ઉપર જે વ્યક્તિઓ દ્વારા વર્ષ દરમિયાન કોઈ બીમારી કે મુશ્કેલી માટે બાધા લીધેલી હોય અને એ બાધા પૂર્ણ થતા તેવા આસ્થળુઓ દ્રારા આ 6 ફૂટ જેટલાં લાંબા ખાડામાં આગના ધગધગતા અંગારા ઉપર ચાલી બાધા પૂર્ણ કરવામાં આવે છે.
અગ્નિમાં ચાલતા પ્રથમ તેના ઉપર લીમડાના પાન નાખવામાં આવે
Chul Fair
જેઓ હોળી (Holi Festival) ના અંગરામાં ચાલનારા હોય તેઓ ઘરેથી પોતાના દેવને નમીને આવે છે. અને જ્યાં ચુલનો ખાડો ખોડયો હોય ત્યાં શ્રીફળ ચઢાવી અગ્નિમાં ચાલે છે. ચુલમાં ચાલનારા ઘણા શીતળતા માટે શરીર ઉપર હળદર પણ લગાડે છે. અગ્નિમાં ચાલતા પ્રથમ તેના ઉપર લીમડાના પાન નાખવામાં આવે છે. પછી પોતાના ઇષ્ટ દેવને નમન કરી અગ્નિમાં સળસળાટ ચાલ્યા જાય છે. આ પરંપરા રાજ્યના અનેક વિસ્તાર સહિત દેશ અને વિદેશ સુધી તેની વિશેષતાઓની વાતો પહોંચી હોવાથી તેને જોવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.
અહેવાલ તૌફિક શૈખ, સાબીર ભાભોર
આ પણ વાંચો: Surendranagar BJP Candidate: ભાજપના લોકસભા માટે નિયુક્ત કરાયેલા ઉમેદવારનો તળપદા કોળી સમાજ દ્વારા વિરોધ
આ પણ વાંચો: Vadtal Lake News: તંત્રની વધુ એક ઘોર બેદરકારી, હરણી લેક બાદ ખેડા જિલ્લાના તળાવમાં વિદ્યાર્થીઓ ડૂબ્યા
આ પણ વાંચો: Padra : તાડી પ્રકરણમાં હત્યા બાદ પણ દારૂના ધંધા ચાલુ, SMC ની રેડ