Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhotaudepur :જિલ્લામાં 1312 મતદાતાઓએ પોસ્ટલ બેલેટ થી મતદાન કર્યું

Chhotaudepur:છોટાઉદેપુર (Chhotaudepur)જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મીઓ માટે આજથી પોસ્ટલ બેલેટ મતદાન (postal ballot voting)પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.રાજ્ય ચુંટણી પંચState (Election Commission)દ્વારા કોઈપણ મતદાર મતદાનથી વંચિત ના રહે અને વધુમાં વધુ મતદાન થાય તે અંગેના તમામ ભગીરથ પ્રયાસો હાથ કરવામાં આવી...
chhotaudepur  જિલ્લામાં 1312 મતદાતાઓએ પોસ્ટલ બેલેટ થી મતદાન કર્યું

Chhotaudepur:છોટાઉદેપુર (Chhotaudepur)જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મીઓ માટે આજથી પોસ્ટલ બેલેટ મતદાન (postal ballot voting)પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.રાજ્ય ચુંટણી પંચState (Election Commission)દ્વારા કોઈપણ મતદાર મતદાનથી વંચિત ના રહે અને વધુમાં વધુ મતદાન થાય તે અંગેના તમામ ભગીરથ પ્રયાસો હાથ કરવામાં આવી રહ્યા છે.લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે શેરી નાટકો અઠવાડીક હાટ બજારમાં તેમજ જાહેર સ્થળોએ ભજવવામાં આવે છે.

Advertisement

 વિસ્તારમાં પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

રાજ્યમાં ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ લોકસભાની 25 બેઠકો માટે રાજ્યમાં મતદાન યોજાશે અને આ ચૂંટણી કામગીરીમાં રાજ્યના લાખો કર્મચારીઓ તેમજ પત્રકારો તેમની ફરજના ભાગરૂપે જોડાશે તેઓ મતદાનથી વંચિત ન રહે અને તેઓ મતદાનના દિવસે તેઓની ફરજ નિભાવી શકે તે માટે આજથી એટલે કે તારીખ 29 મી એપ્રિલથી તારીખ પહેલી મેં ત્રણ દિવસ સુધી પોસ્ટલ બેલેટ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. જે અંતર્ગત છોટાઉદેપુર લોકસભામાં સમાવેશ તમામ વિધાનસભા વિસ્તારમાં પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.

Advertisement

પત્રકારોએ પોસ્ટલ મતદાન કર્યું હતું

જેમાં ચૂંટણી ફરજ પરના જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓ અને પત્રકારોએ પોસ્ટલ મતદાન કર્યું હતું.ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ, પત્રકારો પોલીસ અધિકારીઓ,પોલીસ કર્મીઓ,તેમજ સહિતના મતદારોએ મતદાન કરી અને લોકશાહીના મહાપર્વમાં યોગદાન કરી પોતાની નાગરિક તરીકે ની ફરજ અદા કરી હતી.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આજરોજ યોજાયેલ મતદાન પ્રક્રિયામાં કર્મચારીઓએ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી ઉત્સાહભેર નોંધાવી હતી.

Advertisement

કુલ 1312 મતદાતાઓએ પોસ્ટલ બેલેટ થી મતદાન થયું

છોટાઉદેપુર જિલ્લામાં આજે પ્રથમ દિવસે કુલ 1312 મતદાતાઓએ પોસ્ટલ બેલેટ થી મતદાન કર્યું હતું.જેમાં છોટાઉદેપુર વિધાનસભામાં 546 પાવી જેતપુર વિધાનસભામાં 308 અને સંખેડા વિધાનસભામાં 458 મતદાતાઓએ મતદાન કર્યું હતું

અહેવાલ -તૌફિક શેખ-છોટાઉદેપુર 

આ પણ  વાંચો - Chotaudepur : મહિલા મતદારોને મતદાન જાગૃત અંગે જિલ્લા ચૂંટણી અધિકારીની બેઠક

આ પણ  વાંચો - AMIT SHAH IN GUJARAT: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત

આ પણ  વાંચો - Yuvraj : આપની બુદ્ધિ કંટ્રોલમાં હોવી જોઇએ અને જબાન પર લગામ હોવી જોઇએ

Tags :
Advertisement

.