Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhota Udepur State: 19 સરપંચ અને વહીવટી તંત્ર વિરુદ્ધ જિલ્લા લેવલે તપાસ શરૂ

Chhota Udepur State: બોડેલી તાલુકાની ૧૯ ગ્રામ પંચાયતોમાં સરપંચના કાર્યકાળ સમાપ્ત થઈ ગયા છે. ત્યારે સરપંચોના સ્થાને વહીવટી તંત્ર દ્વારા વહીવટદારો પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી નિમણૂક કરવામાં આવેલા છે. 19 સરપંચની Digital Signature કાર્યરત NIC Application દ્વારા જિલ્લા...
chhota udepur state  19 સરપંચ અને વહીવટી તંત્ર વિરુદ્ધ જિલ્લા લેવલે તપાસ શરૂ

Chhota Udepur State: બોડેલી તાલુકાની ૧૯ ગ્રામ પંચાયતોમાં સરપંચના કાર્યકાળ સમાપ્ત થઈ ગયા છે. ત્યારે સરપંચોના સ્થાને વહીવટી તંત્ર દ્વારા વહીવટદારો પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી નિમણૂક કરવામાં આવેલા છે.

Advertisement

  • 19 સરપંચની Digital Signature કાર્યરત
  • NIC Application દ્વારા જિલ્લા અને તાલુકાની માહિતી
  • જિલ્લા પંચાયતે શરૂ કરી તપાસ 

19 સરપંચની Digital Signature કાર્યરત

ત્યારે તાલુકામાં કોઈ પણ વિકાસના કામોમાં પંચાયતના નાણાંની લેવડ દેવડ માટે Digital Signature Certificate નો ઉપયોગ સહીના રૂપે કરવામાં આવે છે. આ મામલો બોડેલી તાલુકા પંચાયત સદસ્ય અને વેરોધ પક્ષના નેતા જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ રાઠવા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

Chhota Udepur State

Chhota Udepur State

Advertisement

તેમણે આ મામલે પ્રકાશમાં લાવતા બોડેલી તાલુકાની ૧૯ પંચાયતોના વહીવટ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે કે, વહીવટદારો સંરપંચોની સહીનો દુરઉપયોગ કરી રહ્યા છે. આ અંગે વિગતવાર માહિતી આપી આક્ષેપકર્તા દ્વારા NIC (National Information Center) દ્વારા જાહેર જનતા માટે મેરી પંચાયત નામની એપ્લીકેશન મારફતે માહિતી પ્રાપ્ત કરી હતી.

NIC Application દ્વારા જિલ્લા અને તાલુકાની માહિતી

આ એપ્લીકેશનના માધ્યમથી કોઈ પણ જિલ્લા અને તાલુકાની કોઈ પણ પંચાયતની વિગત મેરી પંચાયત એપ્લિકેશનના માધ્યમથી મેળવી શકાય છે. જે પૈકી બોડેલી તાલુકાની ૧૯ પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લાની અન્ય ગ્રામ પંચાયતોનો અભ્યાસ કરતાં બોડેલી તાલુકા પંચાયત સદસ્ય જિગ્નેશભાઈ રાઠવાને ગંભીર બાબતો ધ્યાનમાં આવી હતી.

Advertisement

Chhota Udepur State

Chhota Udepur State

તેઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી બોડેલીને ૧૯ ગ્રામ પંચાયતોમાં ક્યાં વ્યક્તિની DSC વાપરવામાં આવી તેની વિગતો માંગી હતી. જેથી ઓનલાઇન એપ્લીકેશન અને ઓફલાઇન મળેલી માહિતીમાં મોટો તફાવત જોવા મળતા અને નાણાકીય લેવડદેવડમાં ગેરનીતિ થઈ હોવાની શંકા થઈ હતી.

જિલ્લા પંચાયતે શરૂ કરી તપાસ

ત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી હતી. આ સાથે વધુમાં તેમણે જણાવ્યું કે એપ્લીકેશનમાં સરપંચ અને તલાટીઓના મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ કોઈ એકજ વ્યક્તિના હોય તેવું જોવા મળી રહ્યું છે.

જે અંગેની તપાસ નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજુભાઈ પરમાર ચલાવી રહ્યા છે. ત્યારે તારીખ ૧૯ જાન્યુઆરીના રોજ બોડેલી તાલુકા સંબંધિક તલાટીઓ અને વહીવટદારોના નિવેદનો લેવામાં આવ્યા છે. હાલ પ્રાથમિક તપાસમાં પ્રોફાઈલ અપડેટ કરવાનું બાકી રહી ગયું હોય તે ક્ષતિ જણાઈ આવેલ છે.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ખાસ કોફી-ટેબલ બુકનું વિમોચન કરાયું

Tags :
Advertisement

.