Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chhota udepur rituals: છોટાઉદેપુરમાં 25 વર્ષ બાદ ભવ્ય દેવી-દેવતાઓની પરંપરા ઉજવવામાં આવી

Chhota udepur rituals: છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓની આદિ અનાદી કાળથી પરંપરા રહી છે કે, ગામની સીમમાં બિરાજમાન આદિવાસી દેવી-દેવતાના ઘોડા અને દેવ પ્રતીકો સમયાંતરે બદલવામાં કરવામાં આવે છે. તેથી જૂના દેવી-દેવતાઓના સ્થાને નવા દેવી-દેવતાઓને વિધિગત રીતે સ્થાપિત કરવામાં આવે છે. ત્યારે...
09:16 PM Feb 01, 2024 IST | Aviraj Bagda
After 25 years in Chhotaudepur, the grand tradition of Gods and Goddesses was celebrated

Chhota udepur rituals: છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓની આદિ અનાદી કાળથી પરંપરા રહી છે કે, ગામની સીમમાં બિરાજમાન આદિવાસી દેવી-દેવતાના ઘોડા અને દેવ પ્રતીકો સમયાંતરે બદલવામાં કરવામાં આવે છે. તેથી જૂના દેવી-દેવતાઓના સ્થાને નવા દેવી-દેવતાઓને વિધિગત રીતે સ્થાપિત કરવામાં આવે છે. ત્યારે ગામના લોકો નવા ઘોડા અને દેવ પ્રતીકોની પેઢી બદલવાની પરંપરાને દેવની પેઢી બદલવાનો રિવાજ માનવામાં આવે છે.

છોટાઉદેપુરમાં કરોળિયા ઇન્દની ઉજવણી

Chhota udepur rituals

આદિવાસી રીત રિવાજ પ્રમાણે એકલબારા ગામમાં લગભગ 25 વર્ષ અગાઉ કરોળિયા ઇન્દની ઉજવણી કરી દેવોની પેઢી નાખવાં આવી હતી. હાલમાં, ગામના આગેવાનો ભેગા મળીને સીમમાં બિરાજમાન દેવી દેવતાઓના દેવ સ્થાનોની પેઢી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત એકલબારા ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ કરોળિયા ઇન્દની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.

પરંપરા મુજબ ગામની સીમમાં 20 દેવી-દેવતાઓના સ્થાન બદલાયા

આ પરંપરામાં આજુબાજુના 20 થી ૨૫ ગામના લોકો હજારોની સંખ્યામાં વાદ્ય સંગીતના સાધનો સાથે નાચગાન સાથે સહભાગી બન્યા હતા. જિલ્લાના આદિવાસીઓ દ્વારા ગામમાં માનવ સમુદાય સહિત ઢોરઢાંખર સૌ સાજા માજા રહે, ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સૌની તંદુરસ્તીની પ્રાથના કરી હતી. આ પરંપરા અંતર્ગત ગામના લોકોએ બાફેલા ભોજનનો આનંદ માળ્યો હતો. તે સહિત ગામની સીમમાં 20 જેટલાં દેવી દેવતાઓના દેવ સ્થાનોની વિધિ વિધાન બદલવામાં આવ્યા હતા.

ગામની મહિલાઓનો એક સરખો પહેરવેશ

એક્લબારા ગામના આંગણે આવેલા રૂડાં અવસર વિશે આગેવાનો પાસેથી જાણવા મળ્યું હતું કે લગભગ 25 વર્ષ બાદ ગામમાં દેવોની પેઢી બદલવાનો અવસર પ્રાપ્ત થયો છે. ગામની મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ છે, અમારા ગામની મોટા ભાગની મહિલાઓ એકજ પ્રકારના વસ્ત્રોની થીમ નક્કી કરી છે. હાલ, ગામની બધી મહિલાઓએ પરંપરાગત પહેરવેશ ધારણ કર્યાં હતા.

આ પણ વાંચો: Gondal blood camp: રિબડામાં સ્વ. મહિપતસિંહ જાડેજાની યાદમાં રક્તદાન અને ડાયરાનું કરાયું આયોજન

Tags :
Chhota UdepurChhota udepur ritualsGujaratGujaratFirstritualsTribaltribal rituals
Next Article