Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhota Udepur Flowers Rate: ફૂલના ભાવમાં ભડકો બોલાતા વેપારી-ગ્રાહકો વચ્ચે તું...તું..મેં...મેં

Chhota Udepur Flowers Rate: રાજ્યમાં ફૂલની કિંમતમાં એકસાથે ભાવમાં ભડાકો થયો છે. તેથી રાજ્યાના તમામ બજારમાં છૂટક વેપારી અને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી ફૂલબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ફૂલોના ભાવોમાં તોતિંગો વધારો...
chhota udepur flowers rate  ફૂલના ભાવમાં ભડકો બોલાતા વેપારી ગ્રાહકો વચ્ચે તું   તું  મેં   મેં

Chhota Udepur Flowers Rate: રાજ્યમાં ફૂલની કિંમતમાં એકસાથે ભાવમાં ભડાકો થયો છે. તેથી રાજ્યાના તમામ બજારમાં છૂટક વેપારી અને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા અઠવાડિયાથી ફૂલબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ફૂલોના ભાવોમાં તોતિંગો વધારો થયો છે.

Advertisement

સામાન્ય ફૂલના હારના રૂ. 10-20 ને બદલે 50

હાલ ચાલી રહેલ ધાર્મિક કાર્યક્રમો તેમજ લગ્નસરાને કારણે ભાવોમાં વધારો થયો હોવાનું મનાઈ રહ્યું છે. છોટા ઉદેપુર પંથકમાં છેલ્લા અઠવાડિયાથી ફૂલોના અઠવાડિયાથી ભાવોમાં વધારાની અસર જોવા મળી રહી છે. છૂટક ફૂલ કે નાના હાર જે 10-20 રૂપિયાના મળતા હતા. તેના રાતોરાત ભાવ વધીને 50 રૂપિયા થઈ ગયા છે. તો બીજી તરફ મર્યાદીત માત્રામાં માલ મળતા બપોર બાદ તો છૂટક ફૂલો પણ મળતા બંધ થઈ જાય છે.

લગ્નની સિઝન અને ધાર્મિક કાર્યક્રમોમાં ફૂલોની બમણી માંગ

Chhota Udepur Flowers Rate

Chhota Udepur Flowers Rate

Advertisement

હાલ ચાલી રહેલ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઉપરાંત બીજી બાજુએ લગ્નની સિઝન પણ પૂરબહારમાં ખીલી છે. જેને કારણે ફૂલોની માંગમાં ખૂબ જ વધારો થયો છે. ફૂલોની માંગમાં વધારો થવાની સાથે જ તેના ભાવો બુલેટ ટ્રેનની ગતિએ વધારો થયો છે. જેના કારણે છોટાઉદેપુર પંથકમાં વેપાર કરતા છુટક વેપારીઓ માટે કેમ વેપાર કરવો તે એક સવાલ થઈ પડ્યો છે.

ફૂલોના ભાવોમાં અચાનક ભાવ વધારો થતાં અને છોટાઉદેપુર પંથક ગરીબ તેમજ મધ્યમ કદની વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી ગ્રાહકોને પોષાય તેમ નથી હોતું. તો છુટક વેપારીઓ ભાવ વધારાને લઈ કેમનો ધંધો કરવો અને ગ્રાહકોને કયા ભાવે આપવું તે મથામણ અનુભવી રહ્યા છે.

Advertisement

બજાર ભાવની સ્થિતિ અને ગ્રાહકોની જિદ

આ અંગે ફૂલ નો ધંધો કરતા વેપારીઓ એ જણાવેલ કે સામાન્ય આસોપાલવની 4 ની સેર જે 20 રૂપિયાની આવતી હતી. તેના 100 રૂપિયા થઈ ગયા છે. તો એક કીલોના ભાવે ગુલાબ 350, ગલગોટા 200-250, સેવાતી 220-250 થઈ ગયા છે. તો બીજી તરફ ગ્રાહકો જુના ભાવને પકડીને બેઠા છે.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Surendranagar : સંયુક્ત પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને અચાનક છૂટા કરતા ‘ઇચ્છા મૃત્યુ’ની માગ!

Tags :
Advertisement

.