Chhota Udepur: છોટાઉદેપુરમાં 250 જેટલા સાધુ સંતોએ યોજ્યો ભવ્ય સમારોહ
Chhota Udepur: છોટાઉદેપુર (Chhota Udepur) નગરમાં શ્રી જાગનાથ મહાદેવ મંદિરમાં ભવ્ય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં બ્રહ્મલીન મહંત 108 શ્રી માધવદાસજી મહારાજનો સંત ભંડારો અને મહંતાઈ તેમજ ચાદરવિધિ કરવામાં આવી હતી.
250 જેટલા સાધુ સંત સમારોહમાં ઉપસ્થિત
જેમા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ દેવાચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ, ધર્માચાર્ય શ્રી અખીલેશ્વરદાસજી મહારાજ તેમજ ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યોમાંથી 250 જેટલા સાધુ સંત ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત નગરમાંથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
Chhota Udepur
ભંડારાનું આયોજન કરવામાં આવ્યું
નગરનાં ગોરા રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નિકળી છોટાઉદેપુર નગરમાં ફરી જાગનાથ મહાદેવ મંદીરે પહોંચી હતી. જ્યાં પૂજ્ય મહંત શ્રી 108 શ્રી માધવદાસજી મહારાજની પ્રતિમા જાગનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી. ત્યાર બાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Chhota Udepur
મુસ્લિમ ભાઈ-બહેનો પણ રહ્યા ઉપસ્થિત
આ મહંતાઈ મહોત્સવ 200 થી વધુ સંતો મહંતોના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અખીલેશ્વર દાસજી મહારાજે જણાવ્યું કે, વ્હોરા સમાજ દ્વારા પણ શોભાયાત્રાનું સ્વાગત સન્માન કર્યું હતું. તેમજ નગરના મુસ્લિમ સમાજે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે, તે માટે ખુશી વ્યક્ત કરી છે. ત્યારે Chhota Udepur માં રામમય વાતાવરણ હોવાનું જણાવ્યું હતું. આ અવસરે સમગ્ર છોટાઉદેપુર નગરની ધર્મપ્રેમી પ્રજા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
આ પણ વાંચો: GPCB: RSPL ઘડી કંપનીનો સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ 30 દિવસ માટે બંધ કરવાનો હુકમ