ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દારૂડિયાને પકડો અને ઇનામ મેળવો...

ગુજરાતમાં 31મી ડિસેમ્બરને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ સતર્ક થઈ ગઈ છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એક  કરવામાં આવ્યો છે દારૂ પીને ગાડી ચલાવતા કારચાલકો સામે FIR કરવામાં આવશે અને આ સાથે જ પોલીસ જવાન...
06:50 PM Dec 22, 2023 IST | Hiren Dave

ગુજરાતમાં 31મી ડિસેમ્બરને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ સતર્ક થઈ ગઈ છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એક  કરવામાં આવ્યો છે દારૂ પીને ગાડી ચલાવતા કારચાલકો સામે FIR કરવામાં આવશે અને આ સાથે જ પોલીસ જવાન આવું કરશે તો તેને 200 રૂપિયા ઇનામ આપવામાં આવશે. ત્યારે હાલ ચારે તરફ આ નિર્ણયની ચર્ચા ચાલુ થઈ ગઈ છે.

 

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે કે, જો શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે.ન્યુ ઈયર અને 31 ડિસેમ્બરની ઉજવણીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં દારૂ પાર્ટીઓ કરવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેર પોલીસે સતર્કતાના ભાગ રૂપે આ ટ્વીટ કરી જાહેરાત કરી છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકે એક જાહેરનામું બહાર પાડીને આદેશ કર્યો છે કે, શહેરમાં ચેકિંગ દરમિયાન જો કોઈ પણ કારચાલક દારૂ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેની સામે FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ તેમાં ઉમેરવામાં આવ્યું છે કે, આવા કારચાલકને પકડનારા પોલીસ કર્મચારીને 200 રૂપિયા ઇનામ પેટે આપવામાં આવશે. નોંધનીય છે કે, આ નિર્ણયની ચર્ચા પોલીસ સહિત શહેરભરમાં થઈ રહી છે.

આ  પણ  વાંચો - ઢોલ-નગારા અને સરઘસ કાઢીને ઘેલવાંટ ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું

 

Tags :
200 rewardAhmedabadAhmedabad Policecircluar firdriver caught drunkpolicecommissionerpoliceman getregistered
Next Article