ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Anand માં કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,ત્રણ લોકોના મોત

Anand: આણંદ (Anand)માં મોડીરાતે અકસ્માતની ઘટના સામે આવી છે ત્યારે ઝારોલા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો આ સમયે કાર અને ટ્રકની વચ્ચે અકસ્માત થતાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા   રેતી ભરેલા ટ્રક સાથે અથડાઈ કાર ઝારોલા...
10:34 AM Jan 08, 2024 IST | Hiren Dave
Zarola Bus Stand

Anand: આણંદ (Anand)માં મોડીરાતે અકસ્માતની ઘટના સામે આવી છે ત્યારે ઝારોલા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો આ સમયે કાર અને ટ્રકની વચ્ચે અકસ્માત થતાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા

 

રેતી ભરેલા ટ્રક સાથે અથડાઈ કાર

ઝારોલા બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે મોડી રાતે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે અને તેમાં 3 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. ઘટના સમયે કારમાં 3 યુવકો મુસાફરી કરી રહ્યા હતા. અને તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

જેસીબીની મદદથી કારને બહાર કાઢવામાં આવી

આ અકસ્માત એટલો ગમ્ખ્વાર હતો કે આ કારને ટ્રકની નીચેથી બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબીથી કારના પતરાં ઊંચા કરીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. 3 કલાકની મહેનત બાદ 3 મૃતદેહને બહાર કાઢી દેવામાં આવ્યા હતા. મળતી માહિતિ અનુસાર આ તમામ 3 યુવકો બોરસદના જંત્રાલના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

આ પણ વાંચો - Ahmedabad : ગુનાખોરી ઓછી બતાવવાનો નવો કીમિયો! બાપુનગરમાં 6 મોબાઇલ ચોરાયાં, પોલીસે 3 FIR માં તમામનો સમાવેશ કર્યો

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AccidentAnandCar truck collisionGujaratpolicethree killedZarola Bus Stand
Next Article