Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CADILA PHARMA : કેડીલા ફાર્મા મામલે મહત્ત્વના સમાચાર, બલ્ગેરિયન યુવતીની મળી ભાળ

CADILA PHARMA : અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના (CADILA PHARMA ) માલિક રાજીવ મોદી (RAJIV MODI)સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીની 14 દિવસે ભાળ મળી છે. આજે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે કે, ફરિયાદી યુવતી...
cadila pharma   કેડીલા ફાર્મા મામલે મહત્ત્વના સમાચાર  બલ્ગેરિયન યુવતીની મળી ભાળ

CADILA PHARMA : અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના (CADILA PHARMA ) માલિક રાજીવ મોદી (RAJIV MODI)સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર બલ્ગેરિયન યુવતીની 14 દિવસે ભાળ મળી છે. આજે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે કે, ફરિયાદી યુવતી પોતાના વતન પરત જતી રહી છે.

Advertisement

બલ્ગેરિયન યુવતીની 14 દિવસે મળી ભાળ
અમદાવાદની જાણીતી ફર્મા કંપની કેડિલાના માલિક  રાજીવ મોદી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરનાર બલ્ગેરિયાની યુવતી ગાયબ થતા યુવતીના એડવોકેટે લેખિત ફરિયાદ પોલીસમાં કરી હતી. અસામાન્ય ઘટનાક્રમમાં, ગુમ થયેલી બલ્ગેરિયન મહિલા કેડિલાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ મોદી દ્વારા તેના પર થયેલા કથિત બળાત્કારના કેસની તપાસ સીબીઆઇને સોંપવા અને શહેર પોલીસ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાના એક અઠવાડિયા પહેલાથી ગુમ થઈ ગઈ હતી. ફર્માસ્યુટિકલ્સ. યુકે સ્થિત આ કેસના મુખ્ય સાક્ષીનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે અને મહિલાએ પોતે તેની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. જેસીપીને નિવેદન આપવા જવાની હતી એ જ દિવસે યુવતી ગાયબ થઈ ગઈ હતી.

Advertisement

રાજીવ મોદીના ફાર્મહાઉસના સ્ટાફ-કર્મચારીઓનાં નિવેદન તો લીધા પણ..

ગુજરાત હાઇકોર્ટના કેડિલાના CMD રાજીવ મોદી રાજીવ મોદી સામે ફરિયાદ દાખલ કરવાના હુકમ બાદ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાદમાં પોલીસે કેડિલાના CMD રાજીવ મોદીના છારોડી ખાતે આવેલ ફાર્મહાઉસના સ્ટાફ અને કર્મચારીઓનાં નિવેદન લીધાં હતા. જોકે રાજીવ મોદીનો કોઈપણ સંપર્ક થઈ શક્યો નહોતો. આ કેસમાં પીડિત યુવતી પણ અચાનક ગાયબ થઈ જતાં હવે પોલીસ પણ ઊંડાણપપૂર્વક તપાસમાં લાગી હતી. પણ હવે યુવતીની ભાળ મળતા આગામી દિવસેએ શું થાય છે તે જોવું રહ્યું.

Advertisement

પોલીસ સુરક્ષા આપવા અંગે જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) ને પત્ર લખ્યો

વકીલે પીડિતાના ગુમ થવા અંગે અને તેને પોલીસ સુરક્ષા આપવા અંગે જોઈન્ટ પોલીસ કમિશનર (JCP)ને પત્ર લખ્યો હતો. જેસીપીને લખેલા પત્રમાં વકીલે એવો પણ દાવો કર્યો છે કે રાજીવ મોદીનો પુત્ર પણ તેને સપોર્ટ કરી રહ્યો છે. વકીલે વધુમાં દાવો કર્યો હતો કે 24 જાન્યુઆરીએ મહિલાએ તેને મેસેજ કર્યો હતો કે અગોરા મોલમાં કેટલાક ગુંડાઓએ તેનો પીછો કરીને શેરીઓમાં ધક્કો માર્યો હતો અને તે ખૂબ ડરી ગઈ હતી. તેણીએ તેની સાથે ચેટ પણ કરી હતી કે તેણી બહાર જઈ શકતી નથી કારણ કે તેઓએ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો.

આ  પણ  વાંચો  - તોડબાજ PI તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો, માણાવદર ન્યૂડ કેસમાં ફરી તપાસના આદેશ

Tags :
Advertisement

.