ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cadila Pharma Case: પુરાવાના અભાવે કેડીલા ફાર્માના માલિકને દુષ્કર્મના કેસમાં મળી ક્લીનચીટ

Cadila Pharma Case: કેડીલા ફાર્મા (Cadila Pharma) ના માલિક રાજીવ મોદી સામે બલ્ગેરિયન (Bulgarian) યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી હતી. ત્યારે સોલા પોલી (Sola Police) સે ગ્રામ્ય કોર્ટમાં કેસને અનુલક્ષી સમરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. A સમરીનો રિપોર્ટ...
10:44 PM Feb 22, 2024 IST | Aviraj Bagda
Due to lack of evidence, the owner of Cadila Pharma was given a clean chit in the malpractice case

Cadila Pharma Case: કેડીલા ફાર્મા (Cadila Pharma) ના માલિક રાજીવ મોદી સામે બલ્ગેરિયન (Bulgarian) યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી હતી. ત્યારે સોલા પોલી (Sola Police) સે ગ્રામ્ય કોર્ટમાં કેસને અનુલક્ષી સમરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

A સમરીનો રિપોર્ટ પર રાજીવ મોદીને ક્લીનચીટ મળી

જોકે આ રિપોર્ટમાં બલ્ગેરિયન (Bulgarian) યુવતી દ્વારા કરાયેલા આરોપોને સંલગ્ન કોઈ પુરાવા મળ્યા ન હતા. તેવો પોલીસ (Sola Police) દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. તેના કારણે પહેલી નજરે રાજીવ મોદીને ક્લીનચીટ આપી દીધી છે. આ ક્લીનચીટ તેમને પોલીસ દ્વારા જાહેર કરાયેલા A રિપોર્ટ આધારિત મળી હતી.

અચાનક યુવતી ગાયબ થઈ ગઈ હતી

તે ઉપરાંત પોલીસ દ્વારા તેમને 2 વાર સમન્સ પાઠવ્યા બાદ 15 મી ફેબ્રુ.એ સોલા પોલીસ (Sola Police) મથકમાં જવાબ આપવા માટે હાજર થયા હતા. જોકે આરોપ લગાવનાર બલ્ગેરિયન (Bulgarian) યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન (Bulgarian) યુવતી હાજર ન થતાં અને પુરાવા ન મળતા પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો.

હાઈકોર્ટના આદેશ પર સોલા પોલીસે ફરિયાદ નોંધી

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેડિલા ફાર્મા (Cadila Pharma) કંપનીમાં માલિકની પર્સનલ આસિસ્ટન્ટ (Personal Assistant) તરીકે કામ કરતી બલ્ગેરિયા (Bulgarian) ની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPC ની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી. જે બાદ આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે (Sola Police) ફરિયાદ દાખલ થઈ. IPC ની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો: Banaskantha : થરાદમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંન્દનું ભવ્ય સ્વાગત, કર્યું આ આહ્વાન

Tags :
Cadila PharmaCadila Pharma CaseGujaratGujarat High CourtGujaratFirstIPCRajiv ModiRajiv Modi CaseRap CaseSOLA POLICESola Police Station
Next Article