Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

C R Patil At Navsari: નવસારીમાં કુલ 44 હજાર બાળકીઓને એકસાથે સુકન્યા યોજનાનો મળ્યો લાભ

C R Patil At Navsari: આજરોજ BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (C R Patil) નવસારી જિલ્લા (Navsari District) ની મુલાકાતે આવ્યા હતા. તેમણે આજરોજ નવસારીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ત્યારે BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (C R...
11:15 PM Apr 02, 2024 IST | Aviraj Bagda
C R Patil At Navsari

C R Patil At Navsari: આજરોજ BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (C R Patil) નવસારી જિલ્લા (Navsari District) ની મુલાકાતે આવ્યા હતા. તેમણે આજરોજ નવસારીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ત્યારે BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (C R Patil) ની અધ્યક્ષતામાં નવસારીમાં આવેલા લુન્સીકૂઈમાં મેદાનમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

C R Patil At Navsari

ત્યારે નવસારી (Navsari District) માં આવેલા લુન્સીકૂઈ મેદાનમાં સુકન્યા સમુદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) લાભાર્થી માટે કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યુ હતું. ત્યારે આ કાર્યક્રમમાં BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (C R Patil) સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ કાર્યક્રમમાં BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (C R Patil) દ્વારા કુલ 44,000 દીકરીઓના સુકન્યા યોજના (Sukanya Samriddhi Yojana) હેઠળ ખાત ખોલાવી આપવામાં આવ્યા હતા.

BJP પ્રદેશ પ્રમુખે સુકન્યા યોજના અંગે માર્ગદર્શન આપ્યું

તે ઉપરાંત કાર્યક્રમના અંતર્ગત તમામ દીકરીઓના ખાતામાં સુકન્યા યોજના (Sukanya Samriddhi Yojana) નો પહેલા હપ્તો પણ જમા કરાવવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ કાર્યક્રમના માધ્યમથી BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે (C R Patil) આ યોજના પ્રધાનમંત્રી દ્વારા કેમ શરૂ કરવામાં આવી તેને અંગે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ યોજના (Sukanya Samriddhi Yojana) નો મુખ્ય ઉદ્દેશ એ હતો કે, દેશમાં દીકરીઓની સંખ્યા ઘટતી જોવા મળતી હોય છે. તે ઉપરાંત દીકરીઓની સ્વતંત્રા રોક મૂકી દેવમાં આવતી હોય છે. ત્યારે આવા સંજોગોને પડકાર આપવા માટે આ પ્રકારની યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી.

C R Patil At Navsari

કાર્યક્રમમાં નવસારી જિલ્લાના લોકો ઉમટી પડ્યા

ત્યારે આ કાર્યક્રમમાં વિવિધ અગ્રણીઓ અને રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત નવસારી લોકસભાના ઉમેદવાર સહિત વિવિધ BJPના આગેવાનો પણ હાજર રહ્યા હતા. તેની સાથે સુકન્યા યોજના (Sukanya Samriddhi Yojana) ના લાભાર્થીઓ સહિત મોટા પ્રમાણમાં નવસારી જિલ્લાના લોકો કાર્યક્રમમાં આવ્યા હતા.

આ પણ વાંચો: Mass Marriage Program: ધારાસભ્ય કેતન ઈનામદારે સતત 9 માં વર્ષે સર્વ જ્ઞાતિય સમૂહ મહોત્સવનું કર્યું આયોજન

આ પણ વાંચો: વિવાદાસ્પદ ટિપ્પણી બાદ માફી ન માંગતા મોરબી પાટીદાર સમાજમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ રોષ

આ પણ વાંચો: Junagadh લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર, ચગ પરિવારનું રાજેશ ચુડાસમા સાથે સમાધાન

Tags :
BJPC R Patil At NavsariC.R.PatilGujaratGujaratFirstNavsariSukanyaSamriddhiYojana
Next Article