Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Blue Economy: Vibrant Gujarat માં Blue Economy થીમ આકર્ષણનું કેન્દ્ર

Blue Economy: Vibrant Gujarat ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે Vibrant Gujarat ગ્લોબલ ટ્રેડ શો" યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના સંશોધિત ક્ષેત્રે અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે. Blue Economy થીમ આધારિત પેવેલિયન આકર્ષણનું...
blue economy  vibrant gujarat માં blue economy થીમ આકર્ષણનું કેન્દ્ર
Advertisement

Blue Economy: Vibrant Gujarat ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે Vibrant Gujarat ગ્લોબલ ટ્રેડ શો" યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના સંશોધિત ક્ષેત્રે અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે.

Blue Economy થીમ આધારિત પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર

ભારત અને ગુજરાતના બંદરો અને તેની સાથે સંકળાયેલા બાબતોને લઈને Blue Economy થીમ પર હોલ નંબર-૩ માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને બંદર, જહાજ અને જળ માર્ગ મંત્રાલય દ્વારા ભાવિ આયોજનોને લઈને પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પેવેલિયનમાં મુલાકાતીઓ માટે આકર્ષણોની વિગતવાર વાત કરીએ તો ડોમમાં પ્રવેશ વખતે પાણીમાં પગ મૂકીને વમળો સર્જાય તેવી અનુભૂતિ કરાવતી સ્ક્રીન, દીવાદાંડી, વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા ગુજરાતના અને દેશના બંદરોની રૂબરૂ મુલાકાત કરી જીવંત અનુભવ મેળવી શકે છે, ગુજરાતના બંદરોની ઐતિહાસિક સફરને રજૂ કરતી ફોટો ગેલેરી ઊભી કરવામાં આવી છે.

Advertisement

Blue Economy

Blue Economy

Advertisement

મુલાકાતીઓ વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા દેશના મહત્વના બંદરોથી થઈ શકશે રૂબરૂ

Blue Economy ની પેવેલિયનમાં આવતા મુલાકાતીઓ માટે ઊભા કરવામાં આવેલ આકર્ષણો વિશે માહિતી આપતા ગુજરાત મેરિટાઈમ બોર્ડના ચીફ એન્જિનિયર શ્રી બી. બી. તલાવિયા જણાવે છે કે,અહીંયા મુલાકાતીઓને જહાજ ચલાવવાનો જીવંત અનુભવ મળે તે માટે સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સાથે જ જુદા જુદા શીપની કંટ્રોલ પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેના થકી દરિયાઈ શિપ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે.

આ ઉપરાંત મુલાકાતીઓને ગુજરાતના મુદ્રા અને હજીરા બંદરની મુલાકાત કરતા હોય એવી અનુભૂવ વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા કરવામાં આવી રહ્યો છે. બંદર, જહાજ અને જળ માર્ગ મંત્રાલય દ્વારા લોથલ ખાતે બનાવવામાં આવનાર મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની માહિતી વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: US-India Summit: Vibrant Gujarat માં US-India માટે નવી રૂપરેખા તૈયાર કરાઈ

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : એક માત્ર જીવિત પેસેન્જર વિશ્વાસ કુમારને ડિસ્ચાર્જ કરાયા, ભાઈની અંતિમક્રિયામાં પણ જોડાયા

featured-img
એક્સક્લુઝીવ

Gujarat : બેનંબરી હેરાફેરી માટે રેલ માર્ગ સસ્તો અને સરળ, એજન્સીએ IMFL ના જથ્થા સાથે પાંચને પકડ્યા

featured-img
Top News

VADODARA : જિલ્લામાં ખાનગી છોડીને સરકારી શાળામાં શિક્ષણ મેળવવાનો ટ્રેન્ડ વધ્યો

featured-img
Top News

VADODARA : SMC ની રેડમાં રૂ. 2.44 કરોડનો દારૂ પકડાતા PI સસ્પેન્ડ, ACP ને તપાસ સોંપાઇ

featured-img
Top News

Rain in Gujarat: ભારે વરસાદ બાદ રાજ્યના 11 જળાશયો હાઈ એલર્ટ પર, 10 વોર્નિંગ લેવલ પર

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash ને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર, 3 મહિના પહેલા જ કરાયો હતો આ ફેરફાર

×

Live Tv

Trending News

.

×