ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

બિપિન ગોતાએ મોરચો સંભાળ્યો, સંઘાણીને કહ્યું IFFCO જીત્યા એમ વિધાનસભા જીતી હોત તો...

IFFCO Election Controversy: ગઈકાલે IFFCO (Indian Farmers Fertiliser Cooperative) Director માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે IFFCO Director માં ભાજપના નેતાઓ આમને-સામને આવ્યા હતા. તેના અંતર્ગચ જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપ નેતા બિપિન પટેલના નામ IFFCO Director ચૂંટણીની...
05:35 PM May 10, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
IFFCO Election Controversy

IFFCO Election Controversy: ગઈકાલે IFFCO (Indian Farmers Fertiliser Cooperative) Director માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે IFFCO Director માં ભાજપના નેતાઓ આમને-સામને આવ્યા હતા. તેના અંતર્ગચ જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપ નેતા બિપિન પટેલના નામ IFFCO Director ચૂંટણીની લડાઈ માટે મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે ભાજપ દ્વારા બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તો જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ નામ ઉમેદવારી નોંધાવી હતી.

ત્યારે આજરોજ દિલીપ સંઘાણીને બિનહરીફ તરીકે IFFCO Chairman તરીકે IFFCO ની કમાન સંભાળી હતી. પરંતુ આ ચૂંટણી બાદ ભાજપમાં ફાટા પડ્યા હોવાનું સામે આવ્યું છે. IFFCO Director ચૂંટણી બાદ એક પછી એક ભાજપ નેતાઓ એક બીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ મામલે સૌ પ્રથમ ભાજપ મેન્ડેટ બિપિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે IFFCO Chairman દિલીપ સાંધાણીને શુભેચ્છા પાઠવીને આડે હાથ લીધા હતા. તેમણે ક્હ્યું કે, સંઘાણી ઇફ્કો ચૂંટણીની જેમ વિધાનસભાની ચુંટણીમાં જીત્યા હોત તો આનંદ થયો હોત.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/05/WhatsApp-Video-2024-05-10-at-4.48.07-PM.mp4

આ પણ વાંચો: IFFCO Election: IFFCO ના નવા ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાની વરણી

જયેશ રાદડિયા 114 મતદાન મેળવીને વિજય થયા

જોકે IFFCO Director ચૂંટણીમાં 182 મતદાર પૈકી 180 બેઠક પર મતદાન થયું હતું. તેમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા 114 મતદાન મેળવીને IFFCO Director ચૂંટણીમાં તેઓ વિજય થયા હતા. તો જેતપુર ધારાસભ્ય જયેશ રાદડિયાએ 100 જેટલા મતદારોને પોતાની સાથે સૌરાષ્ટ્રથી દિલ્હી લઈ ગયા હતા. જોકે IFFCO Director ચૂંટણી જીત્યા બાદ જયેશ રાદડિયાએ અનેક વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા.

આ પણ વાંચો: IFFCO : દેશની સૌથી મોટી સહકારી સંસ્થાને લઈ મોટા સમાચાર, દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી

અહીં લડવાનો અધિકાર એ તો મારો અધિકાર હોય

આ વીડિયોમાં જયેશ રાદડિયાએ કહ્યું કે, ‘મારા પિતાશ્રીએ 30 વર્ષથી વાવેતર કર્યું છે,જેથી અહીં લડવાનો અધિકાર મારો છે. આ ખેતરમાં મારૂ 30 વર્ષનું વાવેતર કરેલું છે અને સમયે આવે આપણા ખેતરમાં કોઇને આવવા દઇએ છીએ? કોઈને નથી આવવા દેતા. અહીં લડવાનો અધિકાર એ તો મારો અધિકાર હોય. જ્યા સુધી આ ખેતર વ્યવસ્થિત છે ત્યા સુધી હું જ લડવા આવવાનો છું. બીજા રાહ જોતા હોય અને ઉપાધી કરતા હોય તો એ પણ બંધ કરી દેજો.’

આ પણ વાંચો: IFFCO જીત્યા બાદ રાદડિયાનો હુંકાર! આ ખેતર મારા બાપનું લણવાનો અધિકાર પણ મારો જ છે

Tags :
IFFCO Election Controversy