Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhavnagar: માલણ નદીમાં ન્હાવા પડેલા 4 લોકો ડૂબ્યા

ભાવનગરના મહુવા તાલુકાની માલણ નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહુવા તાલુકાની માલણ નદીમાં 4 યુવકો ડૂબી ગયા છે. નાના જાદરા ગામ નજીકથી પસાર થતી માલણ નદીમાં 4 યુવાનો ડૂબ્યા છે, જેમાંથી બેના મૃતદેહ મળ્યા છે. બીજી બાજુ રેસ્ક્યુ ઓપરેશન...
09:34 PM Aug 26, 2023 IST | Hiren Dave

ભાવનગરના મહુવા તાલુકાની માલણ નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહુવા તાલુકાની માલણ નદીમાં 4 યુવકો ડૂબી ગયા છે. નાના જાદરા ગામ નજીકથી પસાર થતી માલણ નદીમાં 4 યુવાનો ડૂબ્યા છે, જેમાંથી બેના મૃતદેહ મળ્યા છે.

બીજી બાજુ રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે. નજીકના રૂપાવટી ગામેથી કામ અર્થે નાના જાદરા ગામે આવ્યા હતા. બપોરના સમયે નદીએ નાહવા જતા ચારેય યુવાનો ડૂબી ગયા હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે ગુમ થયેલા અન્ય બે યુવાનોની શોધખોળ શરૂ છે.

આ બાબતની જાણ થતાં મહુવા નગર પાલિકાની ફાયર વિભાગની ટીમ તેમજ તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જો કે તરવૈયાની ટીમને એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય 3 લાપતા હોવાના કારણે તેમની શોધખોળ ચાલી રહી છે.

પ્રાથમિક તપાસમાં નદીમાં ડૂબેલા તમામ લોકો મહુવાના રૂપાવટી ગામના હોવાનું અને મકાનનું બાંધકામ કરતા શ્રમિકો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ બાબતની જાણ થતાં મામલતદાર, DySp અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

આ  પણ  વાંચો -AHMEDABAD : સુપર માર્કેટના વેપારીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

 

Tags :
2 Died TragicallyBhavnagarBhavnagar NewsCousins DrownedFour YouthsGujaratMajor TragedyMalan River
Next Article