Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં એકનું મોત

Bharuch: ભરૂચ જીલ્લામાં આકળી ગરમીનો અનુભવ કર્યા બાદ લોકો પણ વરસાદ (Rains)વરસે તેવી આશાઓ સાથે મીત માંડી બેઠા હતા અને હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી મુજબ રવિવારની જાહેર રજાના દિવસે પુરઝડપે પવન સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ વૃક્ષ ધસી...
bharuch  ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં એકનું મોત

Bharuch: ભરૂચ જીલ્લામાં આકળી ગરમીનો અનુભવ કર્યા બાદ લોકો પણ વરસાદ (Rains)વરસે તેવી આશાઓ સાથે મીત માંડી બેઠા હતા અને હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી મુજબ રવિવારની જાહેર રજાના દિવસે પુરઝડપે પવન સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ વૃક્ષ ધસી પડયા હતા.જેમાં ઝઘડિયા પંથકમાં વૃક્ષ નીચે દબાઈ જતા બે પૈકી એકનું મોત થયું હતું જયારે એકને ઈજા થઈ હતી.ત્યારે વરસાદની સીઝનમાં વરસાદની બીજી બેટિંગમાં વૃક્ષ ધસી પડવાની ઘટનામાં જાનહાની થવાનું યથાવત રહ્યું છે.

Advertisement

વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ભરૂચ જીલ્લામાં ગતમોડી રાત્રીએ થી જ ઉકળાટ સાથે અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે પવન પુરઝડપે રહ્યા બાદ મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રી મોડી રાત્રીએ થતા મકાનોની છત ઉપર મીઠી નીંદર માણી રહેલા લોકોએ પણ ઘરમાં પુરાવાની નોબત આવી ગઈ હતી અને ધોધમાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ હતી.

Advertisement

પ્રિમોન્સુન કામગીરીનું સુરસુરિયું

સતત સવારે ઉધાડ નીકળ્યા બાદ ફરી વાતાવરણમાં પલટો આવતા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે ભરૂચ જીલ્લાના અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા.જેમાં પાંચબત્તી,સેવાશ્રમ રોડ,ફાટાતળાવ,દાંડિયા બજાર,કસક ગળનારુ તથા અનેક સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થતા ભરૂચ નગરપાલિકાની કાંસ સફાઈની પ્રિમોન્સુન કામગીરીનું સુરસુરિયું થઈ ગયો હોવાનો અનુભવ લોકોએ કર્યો હતો.

Advertisement

ભરૂચ જીલ્લામાં પુરઝડપે ફૂંકાયેલા પવનથી અનેક સ્થળોએ વૃક્ષો ધસી પાડવાની ઘટના બની હતી.જેમાં ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે એક મહાકાય પીપળો ધરાશાયી થયો હતો.આ પીપળો ધરાશાયી થતાં બે ઇસામો ઉપર પડ્યો હતો.જેના પગલે બંને ઈસમો ગંભીર રીતે ઘવાયા હતા, ઘવાયેલા દીપક રેવાદાસ વસાવા તથા રમેશ ઈશ્વરભાઈ વસાવા બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન રમેશભાઈ ઈશ્વરભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે ૫૦ નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જ્યારે દીપકભાઈ વસાવાને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.

અહેવાલ -દિનેશ મકવાણા-ભરૂચ

આ પણ  વાંચો  - VADODARA : બે શહેરની પોલીસે મળી અંતિમ પગલું ભરવા જતી યુવતિ બચાવી

આ પણ  વાંચો  - VADODARA : ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરનાર ઇન્ફ્લૂએન્ઝર સામે ફરિયાદ, હાથ જોડી માંગી માફી

આ પણ  વાંચો  - VADODARA : નબળુ પુરાણ કરતા વરસાદમાં રોડનો ભાગ બેસી ગયો

Tags :
Advertisement

.