Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : Gujarat First નું મોટું ઓપરેશન...વોટર પાર્કમાં ચાલતું ધુપ્પલ જાણશો તો ચોંકી જશો!

Bharuch : રાજકોટના TRP ગેમઝોનમાં (Rajkot TRP GameZone) લાગેલી વિકરાળ આગમાં નાના બાળકો, મહિલાઓ સહિત કુલ 33 લોકો ભૂંજાયા હતા. રાજકોટના આ અગ્નિકાંડે સમગ્ર રાજ્યને હિબકે ચઢાવી દીધું છે. પોતાના વ્હાલસોયાને ગુમાવનારા પરિવારજનોનું હૈયાફાટ રૂદન હૃદય કંપાવી જાય છે. જો...
bharuch   gujarat first નું મોટું ઓપરેશન   વોટર પાર્કમાં ચાલતું ધુપ્પલ જાણશો તો ચોંકી જશો

Bharuch : રાજકોટના TRP ગેમઝોનમાં (Rajkot TRP GameZone) લાગેલી વિકરાળ આગમાં નાના બાળકો, મહિલાઓ સહિત કુલ 33 લોકો ભૂંજાયા હતા. રાજકોટના આ અગ્નિકાંડે સમગ્ર રાજ્યને હિબકે ચઢાવી દીધું છે. પોતાના વ્હાલસોયાને ગુમાવનારા પરિવારજનોનું હૈયાફાટ રૂદન હૃદય કંપાવી જાય છે. જો કે, આ હત્યાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં સ્થાનિક તંત્ર દોડતું થયું છે અને વિવિધ જાહેર સ્થળે તપાસ આદરી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા પણ સતત ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને ચોંકવાનારા ખુલાસા દર્શકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા ફરી એકવાર મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Advertisement

વોટર પાર્કમાં ગટરના ગંદા વરસાદી પાણીનો ઉપયોગ

વોટર પાર્કમાં ભરાતું ગટરનું પાણી!

ભરૂચમાં (Bharuch) ગુજરાત ફર્સ્ટે ગેરકાયદેસર ચાલતા વોટર પાર્કનો પર્દાફાશ કર્યો છે. જણાવી દઈએ કે, ભરૂચ જિલ્લાના પરમાર ગામ નજીક આવેલા હેપ્પી આઈલેન્ડ વોટરપાર્કમાં (Happy Island waterpark) ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ વોટર પાર્કમાં ચાલતું ધુપ્પલ જાણશો તો તમે પણ ચોંકી જશો! વોટર પાર્કમાં ગટરના ગંદા વરસાદી પાણીનો ઉપયોગ કરાતો હોવાનો પર્દાફાશ થયો છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ ચોંકાવનારો ખુલાસા કરાતા સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. મામલતદાર સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વોટરપાર્કમાં (waterpark) ફિટનેસ સર્ટિફિકેટ સહિત પાણીના ઉપયોગ અને ગુણવત્તાને લઈ તપાસ શરૂ કરી હતી.

Advertisement

ખેતરોમાં પાઇપ પાથરી તળાવમાંથી ગંદું પાણી ખેંચાતું.

ગંદા પાણીના ઉપયોગતી ચામડીના રોગ થવાની ફરિયાદ

બીજી તરફ ગટર લાઈનમાંથી લગાવેલી પાઇપલાઈન મીડિયા અને અધિકારીઓ ન જોઈ જાય તે માટે વોટરપાર્કના લોકો તેને કાઢવા માટે દોડતા થયા હતા. આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, ભરૂચમાં પરમાર ગામ નજીકના વોટરપાર્કમાં નહેર અને વરસાદી કાંસના પાણીના ઉપયોગનો ભાંડો ફૂટ્યો હતો. વરસાદી કાંસના ગંદા પાણીના ઉપયોગને લઈ લોકોને ચામડીના રોગ (skin diseases)થતા હોવાની ફરિયાદ ઊઠી હતી.

Advertisement

આ પણ વાંચો - Rajkot Game Zone Tragedy : મુખ્ય 3 આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર, બદલીઓનો દોર પણ શરૂ!

આ પણ વાંચો - Gujarat Government : બદલી કરી કથિત આરોપી IAS IPS અધિકારીઓને બચાવી લીધાં ?

આ પણ વાંચો - ACB એ નિવૃત તલાટી સહિત 2 ને લાંચ કેસમાં પકડ્યા, સર્કલ ઑફિસરની સંડોવણીની તપાસ થશે

Tags :
Advertisement

.