ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Bandh announced : વળતર ચુકવવા મામલે આજે વડાલમાં બંધનું એલાન

Bandh announced : વડાલી (Vadali)  તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી ખેડુતોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. જે બાબતે કિસાન સંઘ (Kisan Sangh )તેમજ ખેડૂતો( Farmers)દ્વારા આવેદનપત્ર આપી સર્વે કરી વળતર ચુકવવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈજ વળતર...
10:59 AM Mar 15, 2024 IST | Hiren Dave
featuredImage featuredImage
Bandh announced

Bandh announced : વડાલી (Vadali)  તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી ખેડુતોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. જે બાબતે કિસાન સંઘ (Kisan Sangh )તેમજ ખેડૂતો( Farmers)દ્વારા આવેદનપત્ર આપી સર્વે કરી વળતર ચુકવવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈજ વળતર ન ચુકવાતા વડાલી કિસાનસંઘ દ્વારા વડાલમાં  શુક્રવારે બંધનું એલાન (Bandh announced) આપી ખેડૂતોને રેલીમાં જોડાવવા અપીલ  કરી  હતી.

 

વડાલી કિસાનસંઘ અને ખેડૂતવર્ગમાં નારાજગી
આ અંગેની વિગત એવી છે કે થોડાક દિવસ અગાઉ વડાલી, ઇડર સહિત સાબરકાંઠા જિલ્લામાં અનેક ઠેકાણે કરા સાથે પડેલા વરસાદને કારણે ખેડૂતોના શિયાળુ પાકને વ્યાપક નુકશાન થયું હતુ. તેમાં ખાસ કરીને વડાલી અને ઇડર તાલુકામાં ઘઉં, વરીયાળી, પપૈયા સહિત અન્ય બાગાયતી પાકોને વધુ નુકશાન થયુ હતુ. જેના લીધે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો હતો. ત્યારબાદ ખેડૂતો અને વડાલી તાલુકા કિસાનસંઘ દ્વારા ખેતીવાડી વિભાગ તથા ધારાસભ્યને આવેનદપત્ર આપી વળતર ચુકવવાની માંગ કરી હતી. પરંતુ હજુ સુધી તે દિશામાં કોઇ કાર્યવાહી થઇ ન હોવાના આક્ષેપ સાથે વડાલી કિસાનસંઘ અને ખેડૂતવર્ગમાં નારાજગી પ્રસરી છે. ત્યારબાદ તા.૧૫ માર્ચને શુક્રવારે કિસાનસંઘે વડાલી બંધનું એલાન આપીને ખેડૂતોના હિતમાં આયોજન કરાયેલ રેલીમાં જોડાવવા માટે અપીલ કરાઇ છે.

 

આ બાબતે કિસાન સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દ્વારા જણાવાયું કે કમોસમી વરસાદને લીધે થયેલા નુકશાન બાદ વળતરની માંગ અગે હજુ સુધી કોઇ સર્વે થયો ન હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ ખેતીવાડી અધિકારી ભાવેશભાઇ જોષીના જણાવ્યા મુજબ વડાલી તાલુકામાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકશાનનું વળતર ચુકવવા માટે સર્વે ચાલી રહ્યો છે.

 

અહેવાલ  - યશ ઉપાધ્યાય -સાબરકાંઠા 

 

આ  પણ  વાંચો - Ahmedabad : ફતેહવાડીમાં મોડી રાતે ભીષણ આગ, 3 રિક્ષા, 50 બાઈક બળીને ખાખ, એક વૃદ્ધ મહિલાનું મોત

આ  પણ  વાંચો - PI TARAL BHATT CASE : જુનાગઢ તોડકાંડના મુખ્ય સૂત્રધાર PI તરલ ભટ્ટના વધુ એક સાથીદારની ધરપકડ

આ  પણ  વાંચો - રાજ્યમાં આગામી દિવસોમાં વધશે ગરમી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી