Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BALAJI કંપની વેફર્સ બનાવે છે કે તળેલા દેડકા? Crunchex માંથી નિકળ્યો મરેલો દેડકો

જામનગર : Balaji વેફર્સની વેફર ખરીદવી એક ગ્રાહકને મોંઘી પડી હતી. ગ્રાહકે એક વેફરનું પેકેટ ખરીદ્યું હતું પરંતુ પેકેટમાં વેફરના બદલે મરેલો દેડકો(Fried frog from Balaji Wafers) નિકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. જામનગરમાં બાલાજી વેફર્સ ખરીદવી એક વ્યક્તિને મોંઘી પડી...
02:44 PM Jun 19, 2024 IST | KRUTARTH JOSHI
Balaji wafers

જામનગર : Balaji વેફર્સની વેફર ખરીદવી એક ગ્રાહકને મોંઘી પડી હતી. ગ્રાહકે એક વેફરનું પેકેટ ખરીદ્યું હતું પરંતુ પેકેટમાં વેફરના બદલે મરેલો દેડકો(Fried frog from Balaji Wafers) નિકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. જામનગરમાં બાલાજી વેફર્સ ખરીદવી એક વ્યક્તિને મોંઘી પડી છે. જામનગર બાલાજી વેફર્સમાંથી ફ્રાય થયેલો દેડકો (Fried frog from Balaji Wafers) મળી આવ્યો હતો. રણજિત સાગર રોડ પર આવેલા પટેલ પ્રોવિઝન સ્ટોરમાંથી ગ્રાહકે બાલાજીની વેફર ખરીદી હતી. બાલાજી ક્રન્ચ (Balaji Crunchex) નામની આ વેફરમાંથી દેડકો મળી આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો.

જામનગરની ફૂટ શાખા એક્ટિવ થઇ હતી

બાલાજી (Balaji wafers) ના પેકેટમાંથી ફ્રાઇ થયેલો દેડકો મળી આવતા તેણે દુકાનના માલિકનું ધ્યાન દોર્યું હતું. જો કે દુકાન માલિકે ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. જેથી ગ્રાહક દ્વારા બાલાજી વેફર્સના ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે તેમને કોઇ સંતોષજનક જવાબ નહીં મળતા તેમણે જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો. જેના પગલે પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફૂડ શાખા દ્વારા બાલાજી વેફર્સના પેકેટને સીલ કર્યું હતું.

ફૂડ શાખા દ્વારા વેફરને સીલ કરીને લેબમાં મોકલી અપાઇ

ફૂડ શાખા દ્વારા વેફર અને વિવિધ નમુના લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. બાલાજી ક્રન્ચ વેફર એક ખુબ જ પ્રખ્યાત પ્રોડક્ટ છે. જેમાં આ પ્રકારની બેજવાબદારી ક્યારે પણ સાંખી શકાય નહીં. ગ્રાહક સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ ખુબ જ આઘાતજનક બાબત હતી. આ પ્રકારની પ્રોડક્ટના કારણે મારી ધાર્મિક લાગણી દુભાણી છે. આ ઉપરાંત કસ્ટમરકેર સેન્ટરમાં ફોન કર્યો છતા પણ કોઇ સંતોષજનક જવાબ મળ્યો નહોતો. જેથી હવે હું આ સમગ્ર મામલાને લઇને ગ્રાહક સુરક્ષામાં જઇશ. બાલાજીના એજન્સીનો સંપર્ક કરતા તેણે જવાબ આપ્યો કે, આટલું મોટુ પ્રોડક્શન થતું હોય તેમાં એકાદી વસ્તુ રહી જાય. દેકડો નિકળ્યો છે તે પેકેટ ફેંકી દો અને બીજુ પેકેટ લઇ લો.

બાલાજી એજન્સીનો ઉડાઉ જવાબ આટલું બધુ બનતું હોય તો એકાદી જીવાત રહી જાય

અત્રે ઉલ્લેખનીય છે કે, બાલાજીના પેકેટમાંથી જીવાત નિકળવાની આ કોઇ પ્રથમ ઘટના નથી. અગાઉ લખનઉમાં બાલાજી ખટ્ટામીઠાના એક પેકેટમાંથી પણ જીવતો કીડો મળી આવ્યો હતો. લખનઉના મલિહાબાદ વિસ્તારમાં નવી વસ્તી ધનેવા ગામમાં જોવા મળી હતી. આ ગામના નિવાસી પ્રદીપ મોર્યએ 5 રૂપિયાનું બાલાજીનું પેકેટ ખરીદ્યું હતું. તે પ્લેટમાં કાઢીને ખાવા લાગ્યા ત્યારે તેમાંથી જીવતો કીડો મળી આવ્યો હતો. તેમાં પણ બાલાજી દ્વારા બીજુ પેકેટ આપીને ગ્રાહકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલો વિવાદિત બની ગયો હતો.

Tags :
A fried dead frog from Balaji WafersBalaji crunchexBalaji WafersFried frog from Balaji Wafersબાલાજીબાલાજી ક્રન્ચએક્સબાલાજી વેફર્સબાલાજીના પેકેટમાંથી મળ્યો મૃત દેડકોવેફરમાંથી મળ્યો મૃત દેડકો
Next Article