Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal : સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ કેન્દ્ર દ્વારા અવેરનેસ કેમ્પ યોજાયો

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ    Gondal : પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજના (PMBJP) હેઠળ તમામ ગુણવત્તા વાળી ઔષધિયો દર્દીઓને પરવડે તેવી કિંમતે દર્દીઓને ઉપલબદ્ધ કરાવવા મેડિકલ સ્ટોરીની એક શૃંખલા શરૂ કરી છે. જેમને લઈને ગોંડલ (Gondal )સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે...
03:03 PM Feb 09, 2024 IST | Hiren Dave
Awareness camp

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

 

Gondal : પ્રધાનમંત્રી જન ઔષધી પરિયોજના (PMBJP) હેઠળ તમામ ગુણવત્તા વાળી ઔષધિયો દર્દીઓને પરવડે તેવી કિંમતે દર્દીઓને ઉપલબદ્ધ કરાવવા મેડિકલ સ્ટોરીની એક શૃંખલા શરૂ કરી છે. જેમને લઈને ગોંડલ (Gondal )સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે સારવાર માટે આવતા દર્દીઓ (Patients) તેમજ તેમના સગા સંબંધીઓ માં જન ઔષધિ દવાઓ ખરીદવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કેમ્પનો મુખ્ય હેતુ દર્દીઓ બહાર થી મોંઘા ભાવની દવાઓ ખરીદતા હોય છે જે દવાઓ જન ઔષધિ કેન્દ્ર પર રાહતદર ના ભાવે મળી રહે છે. આ જન ઔષધિ સ્ટોર્સ પર ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કેન્સર, ગેસ્ટ્રો, વિટામિન્સ, એન્ટિબાયોટિકસ વગેરેની 900 કરતા વધુ દવાઓ તથા 154 સર્જીકલ ઉપકરણો બજાર કરતા 50% થી 90% સસ્તા ભાવે ઉપલબ્ધ હોય જેમની દર્દીઓને સમજ આપવામાં આવી હતી.


આ કેમ્પમાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઈ માધડ, તાલુકા પંચાયતના સભ્ય બી.પી. સોલંકી, જયભાઈ માધડ, જગાભાઈ બાંભવા, ગીરીશભાઈ ગોહેલ, અતુલભાઈ ઝાપડા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી જન ઔષધિ ના ફાર્માલિસ્ટ પાર્થભાઈ પારધી અને શ્રુતિબેન ગજેરા દ્વારા દર્દીઓને જનજાગૃતિ માટે ની માહિતી આપવામાં આવી હતી અને દર્દીઓને પેમ્પ્લેટ વિતરણ અને તમામ પ્રકારની દવાઓ વિશે લોકોને સમજાવવામાં આવ્યા હતા.

 

આ  પણ  વાંચો  -Ahmedabad SOG એ નારોલમાંથી બોગસ ડોકટરની ધરપકડ કરી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Awareness campblood pressurecancerCivil HospitalgastroGondalJan Aushadhi Kendrmedical storiesPMBJPvitamins
Next Article