Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Astha Train: ગુજરાતમાં રામલલાના ભક્તો માટે રેલ્વે તરફથી ખાસ ભેટ

Astha Train: શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને દેશભરમાં વિવિધ તૈયારી ચાલી રહી છે. તેના અંતર્ગત સરકાર દ્વારા ખાસ કરીને મુસાફરી અને સુરક્ષાને લઈને સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. તો ત્યારે કેટલાંક રાજ્યોમાં વિવિધ નવી Train, Bus અને Airlines શરું...
astha train  ગુજરાતમાં રામલલાના ભક્તો માટે રેલ્વે તરફથી ખાસ ભેટ

Astha Train: શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને દેશભરમાં વિવિધ તૈયારી ચાલી રહી છે. તેના અંતર્ગત સરકાર દ્વારા ખાસ કરીને મુસાફરી અને સુરક્ષાને લઈને સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. તો ત્યારે કેટલાંક રાજ્યોમાં વિવિધ નવી Train, Bus અને Airlines શરું કરવામાં આવી છે. તો ક્યાંક હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

Advertisement

હાલમાં, રેલ્વે નિગમ દ્વારા એક સૂચના જાહેર કરવામાં આવી છે. આ સૂચના ખાસ કરીને ગુજરાત માટે અસરકાર છે. ત્યારે ભારતીય રેલ્વે દ્વારા આખા દેશમાં આસ્થા સ્પેશિયલ ટ્રેન ચલાવશે. દેશના અલગ અલગ રાજ્યથી ટ્રેન અયોધ્યા માટે ચાલશે. આ ઉપરાંત IRCTCએ સ્પેશિયલ ટ્રેનની પણ તૈયારીઓ કરી છે.

Advertisement

ગુજરાતથી પણ ચાર ટ્રેન ચાલશે, જે ટ્રેનનો પ્રારંભ 9 અને 10 જાન્યુઆરીથી થશે. જે રાજ્યના અલગ અલગ શહેરમાંથી અયોધ્યા સુધી દોડશે. રાજ્યકક્ષાના રેલ્વે મંત્રી અને સુરતના ભાજપના સાંસદ દર્શન જરદોશે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી આ ટ્રેનની વિગત આપી હતી.

ગુજરાતમાં ક્યાં સ્ટેશનથી શરુ થશે આસ્થા ટ્રેન ?

Advertisement

એક અહેવાલ અનુસાર 9 ફેબ્રુઆરીથી ભાવનગરથી ડાયરેક્ટ અયોધ્યાની ટ્રેન શરુ થશે. તો 10 ફેબ્રુઆરીથી રાજકોટ, અમદાવાદ અને સુરતથી સીધી અયોધ્યાની ટ્રેનનો પ્રારંભ થશે. આ ટ્રેનને 3 થી 4 મહિના સુધી ચલાવવામાં આવશે. રેલ્વે બોર્ડે તમામ ઝોનના ડીઆરએમ, તમામ સુરક્ષા એજન્સીઓને સઘન વ્યવસ્થાના નિર્દેશ આપ્યા છે.

Astha Train

Astha Train

આસ્થા ટ્રેનની સુરક્ષા અંગે માહિતી

રેલ્વે નિગમ દ્વારા આ ટ્રેનની સંપૂર્ણપણે જવાબદારી રેલ્વે સુરક્ષા અને રાજકીય રેલ્વે સુરક્ષાને સોંપી છે. રેલ્વે બોર્ડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ ટ્રેનની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં ચલાવી લેવાય. જે સ્ટેશન પરથી આસ્થા ટ્રેન પસાર થશે, તે સ્ટેશન પર હાજર સુરક્ષાકર્મીઓ આ ટ્રેનની યોગ્યપણે તપાસ કરશે.

IRCTC ચલાવશે આસ્થા ટ્રેન ભાવિ ભક્તો માટે

રેલ્વેએ આસ્થા ટ્રેન ચલાવવાની જવાબદારી ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC) ને આપી છે. જેની ટિકિટ પણ IRCTC દ્વારા જ બહાર પાડવામાં આવશે. આસ્થા ટ્રેનના પીઆરએસમાં ડેટાબેઝ પ્રોફાઈનલ નહીં જોવા મળે. આ ટ્રેનમાં ખાવા-પીવાની તમામ વ્યવસ્થા IRCTC દ્વારા જ કરવામાં આવશે.

આ પણ વાંચો:

Tags :
Advertisement

.