ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Porbandar: મતગણતરીના 10 રાઉન્ડ પૂર્ણ, અર્જુન મોઢવાડિયા 66,234 મતોથી આગળ, જીત પાક્કી!

Porbandar: ગુજરાતમાં પાંચ વિધાસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. નોંધનીય છે કે, મતગણતરીમાં આ પાંચેય બેઠકોની વિગતે વાત કરવામાં આવે તો, માણાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદર અને વાધોડિયા વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. જેની અત્યારે મતગણતરી થઈ રહીં...
11:45 AM Jun 04, 2024 IST | VIMAL PRAJAPATI
Arjun Modhwadia (Porbandar)

Porbandar: ગુજરાતમાં પાંચ વિધાસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. નોંધનીય છે કે, મતગણતરીમાં આ પાંચેય બેઠકોની વિગતે વાત કરવામાં આવે તો, માણાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદર અને વાધોડિયા વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. જેની અત્યારે મતગણતરી થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ તમામ બેઠકો પર બીજેપી આગળ ચાલી રહીં છે. અહીં કોંગ્રેસનો પ્રચાર અસરકારક રહ્યો હોય તેવું લાગી રહ્યું નથી. તમને જણાવી દઇએ કે, આ તમામ બેઠકો પર નેતાઓ આપેલા રાજીનામા બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને માત્ર 7020 મત

તમને જણાવી દઇએ કે, પોરબંદર (Porbandar) વિધાનસભા બેઠક પર અત્યારે બીજેપી લીડમાં ચાલી રહીં છે. વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને માત્ર 7020 મત મળ્યા છે, જ્યારે બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 72,252 મત મળ્યા છે. જેથી અર્જુન મોઢવાડિયા 66,234 મતથી આગળ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, નવ રાઉન્ડ બાદ પણ અર્જુન મોઢવાડિયા લીડમાં ચાલી રહ્યાં છે.

ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાના ખાતા 32461 મત

અન્ય વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાના ખાતા 32461 મત પડ્યા છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલના ખાતામાં 18408 મત પડ્યા છે. નોંધનીય છે કે, અહીં પણ ભાજપ 14053 મતોથી આગળ ચાલી રહ્યું છે. ખંભાત વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 34,352 મત મળ્યા છે જ્યારે કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 18,959 મત મળ્યાં. જેથી ખંભાતમાં પણ ભાજપ 15,393 મતથી આગળ ચાલી રહ્યું છે.

ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણી 16509 મતથી આગળ

વધારે વિગતે વાત કરવામાં આવે તો માણાવદર વિધાનસભા બેઠક પર 16509 મતથી ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણી આગળ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, અત્યારે મતગણતરીના નવ રાઉન્ડ પૂર્ણ થયા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 38329 મત તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 17487 મત મળ્યાં. ભાજપ 20842 મતથી આગળ. રાઉન્ડ પૂર્ણ. વિજાપુર વિધાનસભા બેઠક પર સી. જે. ચાવડા જે ભાજપના ઉમેદવાદર છે તેમને 14642 મત, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલને 9185 મત મળ્યાં છે. વિજાપુરમાં ભાજપ 5457 મતોથી આગળ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: Result : વાંચો, પરિણામની સતત અપડેટ્સ

આ પણ વાંચો:  Lok Sabha Election 2024: અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે શરૂ થશે

આ પણ વાંચો:  Ahmedabad: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી યોજાશે

આ પણ વાંચો: Bharuch: મનસુખ વસાવાનો વિશ્વાસ કે ચૈતર વસાવાનો આશાવાદ! કોણ જીતશે ભરૂચ બેઠક?

Next Article