Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પૂર્વ કચ્છના પોલીસ વડા તરીકે SAGAR BAGHMAR એ ચાર્જ સંભાળતાની સાથે જ ફૂટમાર્ચ યોજી

અહેવાલ -રાકેશ કોટવાલ, કચ્છ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ જિલ્લાના પોલીસવડા તરીકે આજે ચાર્જ સંભાળતા ની સાથે જ નવનિયુકત એસપી સાગર બાગમારે સાંજના સમયે શહેરની મુખ્ય બજારમાં 10 કિલોમીટર જેટલી ફૂટમાર્ચ કરી હતી જેને લઇ નાગરિકો આમ પ્રજા અને વેપારીઓમાં પોલીસ...
09:18 PM Aug 02, 2023 IST | Hiren Dave

અહેવાલ -રાકેશ કોટવાલ, કચ્છ

પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ જિલ્લાના પોલીસવડા તરીકે આજે ચાર્જ સંભાળતા ની સાથે જ નવનિયુકત એસપી સાગર બાગમારે સાંજના સમયે શહેરની મુખ્ય બજારમાં 10 કિલોમીટર જેટલી ફૂટમાર્ચ કરી હતી જેને લઇ નાગરિકો આમ પ્રજા અને વેપારીઓમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ કેળવવામાં તેઓ સફળ રહ્યા હતા

શહેરના ગાંધી માર્કેટ થી કરીને ચાવલા ચોક અને રેલ્વે સ્ટેશન પોલીસ ચોકી સુધી ફૂટમાર્ચ સાથે એસપીએ સમગ્ર શહેરનું નિરીક્ષણ કર્યું હતું આ સાથે તેમણે પોલીસ અધિકારીઓ સાથે શહેરની વિવિધ પરિસ્થિતિની માહિતી પણ મેળવી હતીમુખ્ય બજારમાં વેપારી એસોસીએશનના પ્રમુખ રાજુભાઈ ચંદનાની સહિતના આગેવાન વેપારીઓએ એસપીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને છેલ્લા 40 વર્ષમાં ચાર્જ સંભાળવાના પહેલા જ દિવસે કોઈ ઉચ્ચ અધિકારી બજારમાં પહોંચ્યા હોય અને વેપારીઓ અને નાગરિકોની વિવિધ માહિતી મેળવી હોય તેવો આ પહેલો બનાવ હોવાનું જણાવીને આ કામગીરી અને આ વિશ્વાસ પ્રત્યે વેપારી એસોસિયેશનને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

એસપી સાગર બાગમારે સાથે એલસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન નો વિશાળ પોલીસ કાફલો ફૂટમાર્ચમાંમાં જોડાયો હતો આ ફુટમાર્ચ સાથે લોકોએ પોલીસની મોટી સંખ્યામાં હાજરી જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું

જોકે નાગરિકોએ જ્યારે જાણ્યું કે ચાર્જ લીધા ના પ્રથમ દિવસે જ એસપી વિવિધ અધિકારીઓ સાથે બજારમાં જાત માહિતી મેળવવા નીકળ્યા છે ત્યારે લોકોએ સુખદ આશ્ચર્ય પણ અનુભવ્યું હતું

ગુજરાત ફસ્ટ સાથે વાતચીતમા એસપી સાગર બાગમારેએ કહયું હતું કે નાગરિકો વેપારીઓ સાથે રાખી પોલીસ વિભાગ કાયદો વ્યવસ્થાની સ્થિતીને વધુ સુદ્રઢ કરશે અને તમામ લોકો માટે પોલીસ મિત્ર બની સાથે રહેશે

આ પણ  વાંચો -પૂર્વ KUTCHH ના પોલીસ વડા તરીકે SAGAR WAGHMAR એ સંભાળ્યો ચાર્જ

 

Tags :
CitizensCity inspectionGandhidham Police StationGujarat First ConversationKutchNewly appointed SPPolice footmarch
Next Article