Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IPS અધિકારી હસમુખ પટેલના નામે વધુ એક ફેક એકાઉન્ટ

હાલમાં ઘણાં લોકોના સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બની રહ્યા છે. જેમાં વરિષ્ઠ અધિકારીઓ પણ હવે બસી નથી શક્યા. રાજ્યના જાણીતાં IPS અધિકારી હસમુખ પટેલનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી...
09:20 PM Nov 20, 2023 IST | Hiren Dave

હાલમાં ઘણાં લોકોના સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બની રહ્યા છે. જેમાં વરિષ્ઠ અધિકારીઓ પણ હવે બસી નથી શક્યા. રાજ્યના જાણીતાં IPS અધિકારી હસમુખ પટેલનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે, મારા ફોટા વાળું બનાવટી ફેસબુક એકાઉન્ટ ધ્યાનમાં આવ્યું છે.

 

છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર લોકોના ફેક એકાઉન્ટ બનાવીને પૈસાનો તોડ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેમાં IPS અધિકારી હસમુખ પટેલ પણ તેનો શિકાર બન્યા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, મારા ફોટા વાળું બનાવટી ફેસબુક એકાઉન્ટ ધ્યાનમાં આવ્યું છે. જેના દ્વારા મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં.

આ પહેલા પણ બન્યું હતું આવું એકાઉન્ટ

સપ્ટેમ્બર, 2023માં પણ આઈપીએસ હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું . તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી કે ફેક FB એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું, મારું બનાવટી ફેસબુક એકાઉન્ટ શરૂ કરનાર વિરુદ્ધમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો. મારા નામે બનાવટી એકાઉન્ટ શરૂ કરી કોઈપણ પ્રવૃત્તિ કરવાનું ધ્યાન પર આવે તો મને તરત જ જાણ કરવા વિનંતી.

વર્ષ 1993 બેચના આઈપીએસ હસમુખ પટેલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની છે. સ્કુલનો અભ્યાસ તેમણે બનાસકાંઠાના બાલુન્દ્રા ગામ તેમજ ઈકબાલગઢ ખાતે કર્યો અને હાઈસ્કુલનો અભ્યાસ વિસનગરમાં પૂર્ણ કર્યો. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો. IPS Civil List માં જણાવ્યાનુસાર હસમુખ પટેલના અભ્યાસ અને ડીગ્રીની યાદીમાં એમ.ઈ. સ્ટ્રક્ચરલ એન્જિનીયરિંગ માસ્ટર ડીગ્રી ઈન પોલીસ મેનેજમેન્ટ એમ.બી.એ.પીએચ.ડી. એલએલએમ સામેલ છે.

23 જૂન 1965ના રોજ જન્મેલા હસમુખ પટેલની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી. પાંચ માર્ક ઓછા આવવાના કારણે તેમને મેડિકલના બદલે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. UPSC માં ચાર વખત ગુજરાતીમાં પેપર લખનારા હસમુખ પટેલ ત્રણ વખત ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યા હતા. બે વખત સિવિલ સર્વિસ પાર કરી હતી. ત્રીજા પ્રયાસમાં ઈન્ડિયન એકાઉન્ટ સર્વિસ અને ચોથા પ્રયત્નમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ પસંદ કરી હતી. તેઓ SP તરીકે પ્રોહિબિશન, સુરત, પોરબંદર, વલસાડ, ભાવનગર રેલવેમાં ફરજ બજાવી ચૂક્યા છે. DIG IGP તરીકે સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં અને વર્ષ 2018થી ADGP હસમુખ પટેલ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. હસમુખ પટેલ યુએન પીસ કીપિંગ ફોર્સ કોસોવોમાં સ્પેશ્યલ ડેપ્યુટેશન પર જઈ આવ્યા છે.

આ  પણ  વાંચો -યુવક ચાલુ મેચ દરમિયાન કેવી રીતે પહોંચ્યો પિચ સુધી ?

 

Tags :
Fake Facebook AccountGandhinagar NewsGujarati NewsHasmukh PatelIPSlatest newslocal news
Next Article