ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ankleshwar : GIDC માં લાકડાના ગોડાઉનમાં આગ લગાતા અફરાતફરી, ફાયર ટીમ ઘટનાસ્થળે

Ankleshwar : અંકલેશ્વરમાં (Ankleshwa) આવેલી GIDCમાં એક પેકેજિંગ કંપનીમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ ભડકી ઊઠતાં ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં હતાં જે પાંચ કિલોમીટર દૂરથી પણ જોવા મળી રહ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો....
10:10 AM Feb 10, 2024 IST | Hiren Dave
Wooden godowns Fire,

Ankleshwar : અંકલેશ્વરમાં (Ankleshwa) આવેલી GIDCમાં એક પેકેજિંગ કંપનીમાં આવેલા લાકડાના ગોડાઉનમાં આગ ભડકી ઊઠતાં ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં હતાં જે પાંચ કિલોમીટર દૂરથી પણ જોવા મળી રહ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડનો કાફલો પણ ઘટનાસ્થળે ધસી આવ્યો હતો.

 

માહિતી અનુસાર આગની ઘટનાની જાણ થતાં જ પેકેજિંગ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી. જોકે હજુ સુધી કોઈ વ્યક્તિના ઘાયલ કે મૃત્યુ થયાની માહિતી મળી નથી. એવી પણ માહિતી છે કે આગની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો જેના પગલે આ પેકેજિંગ કંપનીની બાજુમાં આવેલા કંપની પણ આગની લપેટમાં આવી ગઇ હતી.

શાળામા આપી શકે છે રજા

જે રીતે આગ ફેલાતી ગઈ તેમ તેમ દૂર સુધી તેના ધુમાડા જોવા મળ્યા હતા,તો બીજી તરફ નજીકમા શાળાઓ પણ આવેલી છે,જરૂર પડશે તો જ શાળામાં બાળકોને રજા પણ આપી દેવાશે.

આસપાસમા રહેલી કંપનીઓ થઈ સાવચેત

આગને જોઈ આસપાસમા રહેલી અન્ય કંપનીઓએ પણ પોતાનો માલસામાન અન્ય જગ્યાએ ખસેડવાની શરૂઆત કરી હતી,કેમકે આગ વધુ વકરે તો અન્ય કંપની પણ આગની ઝપેટમા આવી શકે છે અને મોટુ નુકસાન થઈ શકે,માટે આસપાસમા રહેલી કંપનીઓ પણ સાવચેત થઈ ગઈ હ

આ પણ વાંચો - Weather : ઠંડીનો ચમકારો હજી વધશે ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ankleshwar GIDCAnkleshwar GIDC FireAnkleshwar-FireGujaratGujarat First Wooden godowns Fire
Next Article