Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Anant Radhika Wedding : બિઝનેસ-ફિલ્મ અને ખેલ જગતની હસ્તીઓનો જામનગરમાં જમાવડો

Anant Radhika Wedding :   જામનગરમાં અનંત અંબાણીનું 3 દિવસનું પ્રિ- વેડિંગ ફંક્શન આજથી શરૂ  થયું   છે. આજથી ત્રણ દિવસ સુધી ચાલનારા પ્રિ-વેડીંગ (Anant Radhika Wedding)સમારોહમાં બોલીવૂડ સ્ટાર્સ, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, ભારતીય ક્રિકેટરોનું જામનગરમાં આગમન થઈ ગયું છે. જામનગર એરપોર્ટ પર મોટી...
02:41 PM Mar 01, 2024 IST | Hiren Dave
Anant Radhika Wedding

Anant Radhika Wedding :   જામનગરમાં અનંત અંબાણીનું 3 દિવસનું પ્રિ- વેડિંગ ફંક્શન આજથી શરૂ  થયું   છે. આજથી ત્રણ દિવસ સુધી ચાલનારા પ્રિ-વેડીંગ (Anant Radhika Wedding)સમારોહમાં બોલીવૂડ સ્ટાર્સ, દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, ભારતીય ક્રિકેટરોનું જામનગરમાં આગમન થઈ ગયું છે. જામનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં સેલીબ્રીટીનું આગમન થયું હોવાથી જામનગરનાં એરપોર્ટને જામનગરની સુવિખ્યાત બાંધણીથી સુશોભિત કરવામાં આવ્યું છે.

 

 

બિઝનેસ અને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ ઉપરાંત ખેલ જગતના સ્ટાર્સ પણ જામનગર પહોંચી ગયા છે. વેસ્ટ ઈન્ડિઝનો ક્રિકેટર ડ્વેન બ્રાવો, ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ, ક્રિકેટર ઝહીર ખાન જામનગર પહોંચી ગયા છે. આ સિવાય રાશિદ ખાન પણ અંબાણીના ફંક્શનમાં હાજરી આપવા પહોંચ્યા છે. પૂર્વ BP CEO બોબ ડુડલી, BP CEO મુરે ઑચીનક્લૉસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદ પણ અનંત રાધિકાના લગ્ન પહેલાના કાર્યોમાં હાજરી આપવા માટે જામનગર પહોંચ્યા છે. આ ઉપરાંત ડીએલએફના અધ્યક્ષ કેપી સિંહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.

મહેન્દ્રસિંહ ધોની અને ઝહીરખાન જામનગર પહોંચ્યા
ટીમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી ધોની તથા પૂર્વ ક્રિકેટર ઝહીરખાન પત્ની સાથે જામનગર આવી પહોંચ્યા છે. જામનગર એરપોર્ટથી તેઓ રિલાયન્સ ટાઉનશીપ જશે ત્યાં અનંત અંબાણીની પ્રિ-વેડિંગ સેરેમેનીમાં હાજરી આપશે. આ ઉપરાંત સૂર્યકુમાર યાદલ, સાઇના નહેવાલ, ઇશાન કિશન પણ જામનગર પહોંચ્યા છે.

જામનગરમાં આગમન ચાલું છે

અનંત અને રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમનીમાં હાજર રહેવા માટે સ્ટાર્સનું જામનગરમાં આગમન ચાલુ છે. જેમાં બોલિવૂડની સાથે સાઉથના સ્ટાર્સ પણ જોવા મળશે. ફિલ્મ 'જવાન'ના દિગ્દર્શક એટલી પણ પરિવાર સાથે જામનગર પહોંચી ગયા છે. સ્ટારકિડ્સમાં લોકપ્રિય સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી પણ સમારોહમાં હાજરી આપવા જામનગર પહોંચ્યા છે. આ સિવાય દીપિકા-રણવીર પણ જામનગર પહોંચી ગયા છે.

 

સાઉથ ડિરેક્ટર એટલીકુમાર પરિવાર સાથે જામનગર પહોંચ્યા

અનંત અંબાણીના પ્રિ-વેડિંગ સેરેમેનીમાં ઉપસ્થિત રહેવા માટે સાઉથ ડિરેક્ટર એટલીકુમાર પત્ની ક્રિષ્નાપ્રિયા અને પુત્ર મીર સાથે જામનગર આવ્યા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણી પણ આ ફંક્શનમાં હાજરી આપવા માટે જામનગર પહોંચ્યો છે.

 

અમેરિકાના પુર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ જામનગર પહોંચી છે. સચિન તેંડુલકર પરિવાર સાથે આ પ્રિ-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા પહોંચ્યા છે. સૈફ અલીખાન, સારાખાન, કરિનાકપુર ખાન સહિત પટૌડી પરિવાર જામનગરનો મહેમાન બન્યો છે.

 

અનિલ અંબાણી પરિવાર સાથે જામનગર પહોંચ્યા
ભત્રીજા અનંત અંબાણીની પ્રિ-વેડિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહેવા માટે અનિલ અંબાણી પરિવાર સાથે જામનગર પહોંચ્યા છે. અજય દેવગણ પણ પરિવાર સાથે જામનગરના એરપોર્ટ પર સ્પોટ થયો હતો.

 

રિહાનાને આવકારવા કાર પર ખાસ એનિમલ પ્રિન્ટ ડિઝાઈન કરાઈ

ઈન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાને જામનગરમાં આવકારવા અંબાણી પરિવારે એક લક્ઝુરિયસ કાર મોકલી હતી. મહત્ત્વની વાત એ છે કે, આ કાર પર ખાસ એનિમલ પ્રિન્ટ ડિઝાઈન કરાઈ હતી. રિહાનાની ટીમ જામનગર પહોંચી તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ એક વીડિયોમાં રિહાનાનો લગેજ પણ દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં અનેક ટ્રક લાઈનમાં નીકળી રહ્યા છે, જેના પર પૈક સામાન નજરે પડી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એવું કહેવાય છે કે, જામનગરના આ લગ્નમાં એવું કંઈ થવાનું છે, જે પહેલા ક્યારેય નથી થયું.

 

 

 

આ  પણ  વાંચો  -AMBANI FAMILY : અનંત-રાધિકાનો 3 દિવસીય પ્રી-વેડિંગ સમારોહ આજથી શરુ

Tags :
Ambani FamilyAnant & Radhika Pre-WeddingAnant AmbaniAnantAmbaniAnantRadhikaWeddingGujaratJamnagarRADHIKA MERCHANTRadhikaMerchant
Next Article