Ambaji temple : ધર્મગુરુ કાલીચરણે અંબાજી મંદિરના કર્યા દર્શન
Ambaji temple: શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ (Triveni Sangam)એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji temple) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલુ છે.અંબાજી દેશનાં 51 શક્તિપીઠમા આધ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી માં અંબાનુ મૂળ સ્થાનક છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. સાથે-સાથે વીઆઈપી ભક્તો અને ધર્મગુરુ પણ દર્શન કરવા આવતા હોય છે ત્યારે આજે ચૈત્ર સુદ ચૌદશના રોજ દેશના જાણીતા ધર્મગુરુ કાલીચરણ (Kalicharan Maharaj)અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા એને તેમને દર્શન કરીને ભારત હિંદુ રાષ્ટ્ર બને તેવું નિવેદન આપ્યું હતુ.
કાલીચરણ મહારાજ અંબાજી મંદિર કર્યા દર્શન
અંબાજી મંદિર ખાતે કાલીચરણ મહારાજ પહોંચતા મંદીર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અંબાજી મંદિરમાં તેમને સિદ્ધિવિનાયક મંદિર, અંબિકેશ્વર મહાદેવ, વિશ્વના સૌથી મોટા શ્રી યંત્ર ખાતે પ્રદક્ષિણા અને અંબાજી મંદિરમાં સાંજની આરતીમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ તેમના આશીર્વાદ લીધા હતા.અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમને ચુંદડી આપવામાં આવી હતી અને રક્ષા કવચ માતાજીની ગાદીમાં બાંધવામાં આવ્યું હતું અને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.અંબાજી મંદિરના વહીવટદાર અને અંબાજી પીઆઈ પણ તેમની સાથે જોડાયા હતા. અંબાજી મંદિરમાં તેમને નિવેદન આપ્યું હતું કે ભારત હિન્દુ રાષ્ટ્ર બને.
મહારાષ્ટ્રના ધર્મગુરુકાલીચરણ મહારાજ મા ના દરબારમાં
અંબાજી મંદિર દર્શન કરવા આવેલા પ્રખ્યાત ધર્મગુરુ કાલીચરણ મહારાજ મંદિરમાં દર્શન કરીને મંદિરની ઓફિસમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત હિન્દુ રાષ્ટ્ર બને તેવું હું જોઈ રહ્યો છું અને માંગ કરી રહ્યો છું. અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી, અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર.રબારી સહિત પોલીસ સ્ટાફ અને મંદિર સ્ટાફ હાજર રહ્યા હતા.
અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી
આ પણ વાંચો - Botad : ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો ભવ્ય વિજય, આચાર્ય પક્ષે લગાવ્યો આ ગંભીર આરોપ!
આ પણ વાંચો - Valsad controversy : હનુમાન જયંતીની ઉજવણીની પત્રિકાથી વિવાદ, એકની ધરપકડ
આ પણ વાંચો - Vapi : ભાજપના નેતાને ત્યાં AAP ના નેતાઓએ રચ્યું ધાડનું ષડયંત્ર