Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji Temple News: શક્તિપીઠ અંબાજી મંદિરમાં પોષી પૂનમની ધૂમધામ તૈયારીઓ

Ambaji Temple News: ગુજરાતનું અંબાજી મંદિર જગવિખ્યાત છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજીમાં વર્ષ દરમિયાન ભાદરવી મહાકુંભ, નવરાત્રી અને દીવાળી પર્વ લાખો લોકો દર્શન કરવા માટે આવતા...
ambaji temple news  શક્તિપીઠ અંબાજી મંદિરમાં પોષી પૂનમની ધૂમધામ તૈયારીઓ

Ambaji Temple News: ગુજરાતનું અંબાજી મંદિર જગવિખ્યાત છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજીમાં વર્ષ દરમિયાન ભાદરવી મહાકુંભ, નવરાત્રી અને દીવાળી પર્વ લાખો લોકો દર્શન કરવા માટે આવતા હોય છે.

Advertisement

ત્યારે સૌથી મોટો પર્વ અંબાજી ખાતે પોષ મહિનાની પૂર્ણિમાએ પણ યોજાતો હોય છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. તેની સાથે-સાથે અંબાજી મંદિરની હવનશાળાને પણ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે.

Ambaji Temple News

Ambaji Temple News

Advertisement

પોષી પૂર્ણિમા પહેલા અંબાજીમાં મહાયજ્ઞ થયો

જો કે અંબાજી ટ્રસ્ટ અને યાજ્ઞિક વિપ્ર મંડળ દ્વારા 23 અને 24  જાન્યુઆરીના રોજ વિશ્વ કલ્યાણ અને પશુઓના કલ્યાણ માટે ગણેશ યાગ ,હોમાત્મક મહા શતચંડી યજ્ઞ શરુ કરાયો હતો. જેમા વિવિધ પ્રકારના દ્રવ્યો , પુજન સહીત 108 વિવિધ ઔષધીઓથી માતાજીનો અભિષેક તથા હવન કરાયો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોષી પૂનમ પર્વ પહેલા અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણ દ્રારા આ યજ્ઞ પૂજન કરાયું હતુ.

Ambaji Temple News

Ambaji Temple News

Advertisement

રામ મહોત્સવ અને પોષી પૂનમ વચ્ચે વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ

અંબાજી મંદિરમાં રામ મહોત્સવ અને પોષી પૂનમ વચ્ચે વિશ્વ કલ્યાણ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ યાગ માટે 10,000 આહુતિ સહિત 1100 લાડુનો ભોગ, 1100 માલપુઆનો ભોગ સહિત મહાપુજા, દીપમાલા અને નર્વાણ મંત્ર સહિત કુલ 51,000  આહુતિઓ આપવામા આવી હતી. માતાજીની મૂર્તિની 108 અલગ અલગ દ્રવ્યો વડે સ્નાન અને પૂજન કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: Adani Ports : મુન્દ્રા ખાતે એક જ જહાજ પર 16,596 કન્ટેનર હેન્ડલિંગનો નેશનલ રેકોર્ડ

અહેવાલ શક્તિસિંહ રાજપુત

Tags :
Advertisement

.