Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : અયોધ્યાના રામ સેવક અને તેમનાં પત્નીએ માં અંબાના કર્યા દર્શન

અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી Ambaji : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી (Ambaji) દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.તાજેતરમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ( Parikrama Mohotsav) સુખ...
ambaji   અયોધ્યાના રામ સેવક અને તેમનાં પત્નીએ માં અંબાના કર્યા દર્શન

અહેવાલ -શક્તિસિંહ રાજપુત,અંબાજી

Advertisement

Ambaji : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી (Ambaji) દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.તાજેતરમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ( Parikrama Mohotsav) સુખ સંપન રીતે પૂર્ણ થયો છે અને મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા મહોત્સવમાં દર્શન કરી ધન્યતા અનુભવી છે, ત્યારે અંબાજી મંદિર અને ગબ્બર પરિક્રમા મહોત્સવમાં ગુજરાતના જ નહી પણ ગુજરાત બહારના ભકતો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા.જેમાં અયોઘ્યા થી રામ સેવક અને તેમનાં પત્ની મિસિસ સેવક અંબાજી મંદિર અને ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવ મા દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Image preview

Advertisement

ગબ્બર પરિક્રમા મહોત્સવ દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાય છે. 2024 પરિક્રમા મહોત્સવ 12 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી સુધી અંબાજી (Ambaji) નજીક આવેલા ગબ્બર ખાતે ગબ્બર પર્વતની આજુબાજુ 51 શક્તિપીઠના જે મંદિરો અલગ અલગ દેશોમાં આવેલા છે, તે તમામ મંદિરો એક જ જન્મમાં એક જ સ્થળે ભક્તો વિનામૂલ્યે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે,ત્યારે આ વખતે વિના મૂલ્યે ભોજન અને બસમાં ફ્રી મુસાફરીના પગલે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા,ત્યારે ઉત્તર પ્રદેશના અયોધ્યા થી રામસેવક પોતાની પત્ની સાથે ગુજરાતની યાત્રા ઉપર આવ્યા હતા, ત્યારે તેઓ દ્વારકાધીશના દર્શન કરીને અને ગાંધીનગર અક્ષરધામના દર્શન કરીને તેઓ શક્તિપીઠ અંબાજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ ગબ્બર પરિક્રમા મહોત્સવમાં ભાગ લઈને તમામ શક્તિપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

અયોઘ્યા થી અંબાજી આવીને ખુશી થઈ

Advertisement

શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરવા ભક્તો આવતા હોય છે,ત્યારે અયોધ્યાના રામ સેવક અને તેમનાં પત્ની અંબાજી મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ તેઓ ગબ્બરના પહાડ આસપાસ આવેલાં પરિક્રમા મહોત્સવ મા આવીને તમામ શક્તિપીઠના દર્શન કર્યાં હતાં અને ગુજરાતનાં વિકાસની પ્રશંસા કરી હતી.

આ  પણ  વાંચો  - Jetpur Municipality: નવો વાહન વેરો લાગુ કરતા જેતપુર તાલુકામાં પાલિકા વિરુદ્ધ પ્રજાનું વિરોધ પ્રદર્શન

Tags :
Advertisement

.